Team Chabuk-Gujarat Desk: મોરબીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ આશાસ્પદ યુવાનોનાં મોત થયા હતા. આ અકસ્માતમાં પૂરપાટ વેગે આવી રહેલી કારમાં પાંચ લોકો સવાર હતા. બાઈકસવારનો જીવ બચાવવા જતા કાર ધડાકાભેર રસ્તા પર ઊભેલ ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. અંદર સવાર પાંચે લોકોના કમકમાટીભર્યાં મોત નીપજ્યા હતા. આ પાંચે યુવાનો મૂળ રાજસ્થાન છે. એક સાથે પાંચના મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

બુધવારના સાડા નવ વાગ્યાની આસપાસ પાંચે યુવાનો પોતાની કાર લઈ ભરતનગર ખાતે આવેલ પોતાની ટ્રાન્સપોર્ટ ઓફિસથી નીકળી પોતાના ઘર ગણેશનગર જઈ રહ્યા હતા. દસ વાગ્યાની આસપાસ મોરબી-માળિયા હાઈવે પર રસ્તાની વચ્ચે એક બાઈકસવારને બચાવવા જતા ટીંબડી ગામના પાટિયાની પાસે અશ્વમેઘ હોટલની સામે આ કમકમાટીભર્યો બનાવ બન્યો હતો.

ટ્રકની પાછળ કાર ઘુસી જતા અને ધડાકાભેર અવાજ થવાના કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતા. થોડીવારમાં માળિયા હાઈવે પર ટીંબડી ગામના પાટીયા નજીક થયેલા આ અકસ્માતમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આખરે લોકોએ જ ફોન કરી પોલીસને બોલાવી હતી. ગોઝારી ઘટનામાં તરાચંદ બિલારા, વિજેન્દ્રસિંઘ મુનિમ, દિનેશ ઉર્ફે રાજેશકુમાર, આનંદસિંઘ શેખાવત, અશોક બિલારા નામના પાંચ યુવાનોના મોત થયા છે. આ યુવાનો મોરબીના ભરતનગરથી આવતા હોવાનું સામે આવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત