Homeગુર્જર નગરીરાજ કુન્દ્રા જેવો કેસ ગુજરાતમાંથી સામે આવ્યો, ત્રણ યુવકોની ધરપકડ

રાજ કુન્દ્રા જેવો કેસ ગુજરાતમાંથી સામે આવ્યો, ત્રણ યુવકોની ધરપકડ

Team Chabuk-Gujarat Desk: દેશભરમાં બે દિવસથી રાજ કુન્દ્રાની ધરપકડ અંગે જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે. પોર્ન ફિલ્મો બનાવવાના આરોપસર અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની ધરપકડ કરાયા બાદ દેશભરમાં પોર્નોગ્રાફી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન પાટણની સિદ્ધપુર પોલીસે 3 યુવકોની ધરપકડ કરી છે. મોબાઈલમાંથી પોર્નોગ્રાફી ફોરવર્ડ કરવાના આરોપમાં સિદ્ધપુર પોલીસે ત્રણ યુવકોને ઝડપી પાડ્યા છે. આ યુવકો પર આરોપ છે કે તેઓ મોબાઈલ ફોનમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો ડાઊનલોડ કરીને લોકોને મોકલતા હતાં.

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ધરપકડ કરાયેલા ત્રણેય યુવકો પર આરોપ છે કે તેઓ મોબાઈલ ફોનમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો ડાઉનલોડ કરીને જુદા જુદા લોકોને મોકલતા હતા. આ યુવકોએ 55 લોકોને આ પ્રકારના વીડિયો મોકલ્યા હતા, જેઓએ આ વીડિયો ડાઉનલોડ કર્યા હતા. આ અંગેની માહિતી મળતાં સિદ્ધપુર પીઆઈ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સિદ્ધપુર પોલીસને ત્રણ યુવકો હાથ લાગ્યા હતા.

પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપી અંગે વાત કરીએ તો, પ્રથમ આરોપી અરવિંદ ધીરુજી ઠાકોર જે સિદ્ધપુર શહેરના મુક્તિધામ નજીક આવેલા મોતિરામના ઢાળ પાસે રહે છે. બીજો આરોપી સચિન અમરસંગ ઠાકોર જે ફુલપુરા ગામમાં રહે છે અને ત્રીજો આરોપી દિપકજી છનાજી ઠાકોર જે રાજપુરમાં આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં રહે છે. સિદ્ધપુર પોલીસે ત્રણેયના મોબાઈલ જપ્ત કરી ગાંધીનગર સાયબર સેલના નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ડેટા રિસ્ટોર માટે મોકલી આપ્યા હતા. આ મોબાઈલની તપાસ કર્યા બાદ ગાંધીનગરથી રિપોર્ટ તૈયાર કરીનો મોકલાતા ત્રણેયના મોબાઈલ ફોનમાંતી ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો મળી આવ્યા હતા.

ત્રણેયના ફોનમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો મળતાં ત્રણેય સામે ધી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2008/ની કલમ 67 (બી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આગળ વધારવામાં આવી છે. સિદ્ધપુર પોલીસ દ્વારા ત્રણ શખ્સો સામે કડક કાર્યવાહી કરતાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો ડાઉનલોડ કરીને વાયરલ કરનારા લોકોમાં ડર પેસી ગયો છે.

મહત્વનું છે કે પાટણના સિદ્ધપુર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ફેસબુક, વોટ્સએપ, ટવિટર અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના મોબાઈલમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો ડાઉનલોડ કરીને આ વીડિયો સોશિયલ મીડિયા મારફતે અલગ અલગ લોકોને પહોંચાડવામાં આવતાં હતા. ત્યારે પોલીસે આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરીને સમગ્ર પોર્નોગ્રાફી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ ત્રણેય શખ્સોએ અત્યાર સુધી કેટલા લોકોને આ પ્રકારે વીડિયો મોકલ્યા છે અને આ શખ્સોને વીડિયો મોકલવાના બદલામાં કોઈ વળતર મળતું હતું કે કેમ તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments