Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરમાં અમદાવાદમાં કચ્છ હાઇવે પર ટ્રેલર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં બે લોકોના મોત થયા જ્યાર 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા. અખિયાણા નજીક ટ્રેલર અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે જેને લઈને મોતનો આંકડો હજી વધે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે.
અમદાવાદ કચ્છ હાઇવે પર અખિયાણા ગામ નજીક ટ્રેલર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ટ્રેક્ટરમાં 20 જેટલા લોકો સવાર હતા. જેમાંથી 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઇજાગ્રસ્તોને 108 મારફતે ધ્રાગંધ્રા ખસેડવામાં આવ્યા છે. અન્ય ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માત એટલો ગોઝારો હતો કે, આસપાસથી પણ લોકો અહીં આવી ગયા હતા. અકસ્માત સર્જાતા રસ્તો લોકોની ચીચીયારીથી ગૂંજી ઉઠ્યો હતો અને લોકો દોડીને મદદે આવી ગયા હતા. ત્યારબાદ 108ને જાણ કરતા એમ્બ્યુલન્સ પણ આવી ગઈ હતી. અકસ્માતના દ્રશ્યો જોઈ લોકો ચોંકી ગયા હતા. લોખંડના સળિયા ભરેલા ટ્રેલર નીચે ટ્રેક્ટરનો એક ભાગ દબાઈ ગયો હતો જેને લઈને ટ્રક્ટરનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા