Homeગુર્જર નગરીગુજરાતના આ સ્થળે અચાનક જ ગુલાબી થઈ ગયું તળાવનું પાણી ! ચમત્કાર...

ગુજરાતના આ સ્થળે અચાનક જ ગુલાબી થઈ ગયું તળાવનું પાણી ! ચમત્કાર કે વૈજ્ઞાનિક ઘટના ?

Team Chabuk-Gujarat Desk: બનાસકાંઠાના સુઈગામ તાલુકાના કોરેટી ગામે તળાવનું પાણી અચાનક ગુલાબી રંગનું થઈ જતાં કૂતુહલ સર્જાયું છે. ગામ લોકોનું કહેવું છે કે, બે મહિનાથી તળાવનું પાણી ગુલાબી થઈ ગયું છે. કેટલાક લોકો આ ઘટનાને ચમત્કાર માની રહ્યા છે તો એક વર્ગ એવો પણ છે જે માની રહ્યો છે કે, વૈજ્ઞાનિક ઘટનાના કારણે પાણીનો રંગ બદલાયો છે.

વાવ-સુઇગામ હાઈવે પર આવેલ કોરેટી ગામમાં પાંડવો સમયનું નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે. મંદિર નજીક તળાવનું પાણી ગુલાબી બની જતા ગામના લોકોએ તેને નીલકંઠ મહાદેવની કૃપામાની હતી. જો કે, કેટલાક લોકોએ માન્યું કે, ઘણા સમયથી તળાવમાં પાણી રહેવાથી તળાવના પાણીનો રંગ બદલાયો છે..

મહત્વનું છે કે, ગુલાબી સરોવરો વિવિધ પરિબળોના સંયોજનથી ઉદભવે છે, જેમાં આબોહવા અને તેમની નીચે ખંડની જળવિજ્ઞાન, ખાસ કરીને ખારાશનું સ્તર જવાબદાર હોય છે. સમગ્ર વિશ્વમાં મીઠાના સરોવરોનો નારંગી/ગુલાબી રંગ ઘણીવાર લીલી શેવાળ ડુનાલીએલા સલિનાને આભારી છે. વિશ્વમાં પીક સરોવર એ એક પ્રકારના સોલ્ટ લેક હોવાનું પણ સામે આવી ચુક્યું છે. ત્યારે કોરેટી ગામના લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે વર્ષો જૂના તળાવમાં પાણીનો રંગ ક્યાં કારણે બદલાયો તેની તપાસ થવી જોઈએ..

કટોરી ગામના એક સ્થાનિકે કહ્યું કે, આ તળાવમાં વર્ષો જૂનુ છે. તળાવનો નીચેનો ભાગ અતિશય ક્ષાર વાળો હોવાથી તળાવના પાણીનો કલર બદલાયો હોઈ શકે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments