Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના પાટડીના મેરા ગામમાં દંપતી પર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં મહિલાનું ગળુ કાપી ક્રૂર હત્યા નિપજાવવામાં આવી છે. જ્યારે પતિને ગંભીર હાલતમાં સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હત્યાને લઈને સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત દસાડા પોલીસ ટીમે મેરા ગામમાં ધામા નાખ્યા છે. મેરા ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
મેરા ગામમાં દલિત દંપતીના ઘરમાં ઘૂસીને હુમલો કરવામાં આવ્યો છે. જેમાં મહિલાની હત્યા કરી દેવામાં આવી છે જ્યારે પતિને સારવાર માટે મહેસાણા લઈ જવાયો છે. હત્યાના પગલે ઘરમાં લોહિના ખાબોચિયા ભરાયા છે. ગળુ કપાયેલી મહિલાની લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મેરા ગામમાં દલિત દંપતી પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. રાત્રિ દરમિયાન પાલાભાઈ સોલંકી અને તેમના પત્ની ઘરમાં હતા. તે સમયે કોઇ અજાણ્યા લોકોએ ઘરમાં પ્રવેશ મેળવી અને દંપતી પર હુમલો કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન વર્તાઈ રહ્યું છે. જેમાં મહિલાનું ગળુ કાપી ક્રૂર હત્યા કરવામાં આવી હતી. જ્યારે આ મહિલાના પતિને ગંભીર હાલતમાં સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ચકચારી ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત દસાડા પોલીસની ટીમે મેરા ગામમાં ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જ્યારે આ ઘટના બાદ મેરામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
આ ગોઝારી ઘટનાની જાણ થતાં દલિત સમાજના ટોળેટોળા મેરા ગામે દોડી ગયા હતા. આ ચકચારી ઘટનાની જાણ થતાં દસાડા-લખતરના ધારાસભ્ય નૌશાદ સોલંકી અને વિક્રમ રબારી સહિતના કોંગ્રેસી આગેવાનો મેરા ગામે દોડી ગયા હતા. ત્યારે પાટડીના મેરામાં બનેલી આ ચકચારી ઘટનાથી સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
