Homeગુર્જર નગરીપોરબંદર શહેરની વિવિધ ૮ શાળાઓમાં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાનું આયોજન

પોરબંદર શહેરની વિવિધ ૮ શાળાઓમાં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાનું આયોજન

Team Chabuk-Gujarat Desk:  ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ – ૧ તથા ૨ તથા નગરપાલિકાના મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની પરીક્ષા તા.૨૬ ડિસેમ્બર-૨૦૨૧ના લેવાનાર છે ત્યારે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, એમ.કે.જોષી દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડ્યું છે. 

જાહેરનામા અનુસાર પોરબંદર ખાતે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર (સો મીટર) ના વિસ્તારમાં તા.૨૬/૧૨/૨૦૨૧ રવિવારના રોજ પરીક્ષા સમય ૧૦:૦૦ થી ૦૬:૦૦ કલાક સુધી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં તેમજ પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી તેમજ નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે.

ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ – ૧ તથા ૨ તથા નગરપાલિકાના મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષા પોરબંદરના શ્રી બાલુબા કન્યા વિધાલય હારમની હોટલ પાસે, એમ.જી.રોડ, (વિજ્ઞાનભવન) પોરબંદર, શ્રીમતી જે.વી.ગોઢાણીયા ગર્લ્સ હાઇસ્કુલ સેન્ટર-એ ખીજડી પ્લોટ સામે, ગોઢાણીયા કેમ્પસ, એમ.જી.રોડ, પોરબંદર,  શ્રીમતી જે.વી.ગોઢાણીયા ગર્લ્સ હાઇસ્કુલ સેન્ટર-બી ખીજડી પ્લોટ સામે, ગોઢાણીયા કેમ્પસ, એમ.જી.રોડ, પોરબંદર, શ્રી સરસ્વતી સાયન્સ સ્કુલ જલારામ કોલોની, HMP ગ્રાઉન્ડ સામે, પોરબંદર, સાંદીપની ઇંગ્લીશ મીડીયમ સ્કુલ સેન્ટર-એ સાંદીપની રોડ, હરીમંદીર પાછળ, પોરબંદર, સાંદીપની ઇંગ્લીશ મીડીયમ સ્કુલ સેન્ટર-બી સાંદીપની રોડ, હરીમંદીર પાછળ, પોરબંદર, શ્રીમતી કે.બી. જોષી કન્યા વિધાલય, છાંયા-પોરબંદર છાંયા મેઇન રોડ, છાંયા, પોરબંદર, શ્રી સ્વામીનારાયણ હાઇસ્કુલ, છાંયા છાંયા મેઇન રોડ, છાંયા કેન્દ્રો ખાતે પરીક્ષા લેવાશે

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments