Team Chabuk-Gujarat Desk: વડાપ્રધાન મોદી આજે મોઢેરા પહોંચ્યા હતા. અહીં વડારપ્રધાનના હસ્તે મહેસાણા જિલ્લાના રૂપિયા 3092 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. PM મોદીએ મહેસાણા જિલ્લાને 3092 કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ, મોઢેરા સૂર્યગ્રામનું કર્યું લોકાર્પણ. પીએમ મોદીએ આજે કરોડો રૂપિયાના કામોનું લોકાર્પણ કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, હજારો કરોડના પ્રોજેક્ટ રોજગારના નવા અવસર પેદા કરશે, ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવામાં મદદ કરશે. આ ઉપરાંત મોઢેરા સોલાર પાર્વડ વિલેજના કારણે આજે દેશભરમાં મોઢેરાની ચર્ચા છે. પર્યાવરણવાદીઓ માટે મોઢેરા પોતાની જગ્યા બનાવી લેશે. આજે મોઢેરાના લોકો વીજળી પેદા કરતા થયા છે અને તેમાથી કમાણી કરતા પણ થયા છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ જંગી જનસભાને સંબોધતા કહ્યું, હજારો કરોડના પ્રોજેક્ટ રોજગારના નવા અવસર પેદા કરશે, ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવામાં મદદ કરશે. મોઢેરા સોલાર પાર્વડ વિલેજના કારણે આજે દેશભરમાં મોઢેરાની ચર્ચા છે. પર્યાવરણવાદીઓ માટે મોઢેરા પોતાની જગ્યા બનાવી લેશે. સરકાર સોલાર પાવરને પ્રોત્સાહન આપવા માટે આર્થિક મદદ કરી રહી છે. ગુજરાતના 20-22 વર્ષના જુવાને કફર્યૂ શબ્દ સાંભળ્યો નથી, આ કાયદાનું કામ આપણે કરી બતાવ્યું છે.
મહેસાણાવાસીઓને કહ્યું-‘તમે આંખ બંધ કરીને મને આશીર્વાદ આપ્યા છે’ ‘મને આવનારી પેઢીની ચિંતા હતી એટલે શિક્ષણ અને સ્વાસ્થય માટે તાકાત લગાવી’. મારું ગામડું સમૃદ્ધ થાય તો મારું ગુજરાત ક્યારેય પાછું ન પડે. ‘મોઢેરા ટુરિઝમનું સેન્ટર બની જવાનું છે’. ‘સુજલામ સુફલામ યોજના માટે ખેડૂતોએ જે જમીન જોઈતી હતી તે આપી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત