Team Chabuk-Entertainment Desk: (Urfi Javed Photos) ઉર્ફી જાવેદ હંમેશા તેની ફેશન સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. ઉર્ફી ફરી એકવાર મુંબઈ એરપોર્ટ પર તેના નવા લૂક સાથે જોવા મળી છે. ઉર્ફી જાવેદ અવારનવાર તેની વિચિત્ર ડ્રેસિંગ સેન્સને કારણે ચર્ચામાં રહે છે. ઉર્ફીની ફેન ફોલોઈંગ પણ દિવસેને દિવસે વધી રહી છે. ઉર્ફી જાવેદ અવારનવાર તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટા અને વીડિયોથી ઇન્ટરનેટનું તાપમાન વધારી દે છે.
એક્ટ્રેસ ઉર્ફી જાવેદ ઘણીવાર તેના અલગ-અલગ સ્ટાઇલિશ કપડાં પહેરીને પાપારાઝી માટે પોઝ આપતી જોવા મળે છે. આ દરમિયાન, ઉર્ફી જાવેદ ફરી એકવાર મુંબઈ એરપોર્ટ પર જોવા મળી છે. જ્યાં તેની ગ્લેમરસ સ્ટાઈલ ફરી જોવા મળી છે.

આ વખતે ઉર્ફી બ્લુ કલરનો શોર્ટ વન પીસ ડ્રેસ પહેરીને એરપોર્ટ પર પોઝ આપતી જોવા મળે છે. ચાહકોને ઉર્ફીનો કાતિલ અંદાજ પસંદ આવી રહ્યો છે. આ ડ્રેસનો ઉપરનો ભાગ માત્ર પાતળા ફેબ્રિકની સ્ટ્રીપ્સથી બનેલો હતો. આ સાથે જ તેણે કાળા ચશ્મા પહેર્યા હતા. ઉર્ફી કેમેરાની સામે આશ્ચર્યજનક રીતે પોઝ આપતી જોવા મળે છે.

ઉર્ફી પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને લઈને સતત ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ દરરોજ નવા લૂક સાથે જોવા મળે છે. ઉર્ફી જાવેદના ફેન્સ પણ તેના નવા લૂકની આતુરતાથી રાહ જોતા હોય છે. ઉર્ફીની તસવીરો શેર થતાની સાથે જ વાયરલ થાય છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત