Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે મોટું નુકસાન થયું છે. વાવાઝોડા બાદની પરિસ્થિતિની સમીક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. વડાપ્રધાને ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પછીની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાને 1 કલાક 50 મિનિટ જેટલો સમય ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ સહિતના વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ જોડાયા હતા.
આ સમીક્ષા બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડાને કારણે થયેલા નુકસાન સામે ગુજરાતને 1 હજાર કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં વાવાઝોડા દરમિયાન મૃત્યુ પામેલાને રૂપિયા 2 લાખનું અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારનું વળતર આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
Reviewed the situation caused by Cyclone Tauktae during a meeting in Ahmedabad. Took stock of the evacuation efforts and the ongoing relief work for those affected. Centre will help in rebuilding damaged infrastructure. https://t.co/B0yi2JJau5
— Narendra Modi (@narendramodi) May 19, 2021
Ex-gratia of Rs. 2 lakh would be given to the next of kin of those who lost their lives due to Cyclone Tauktae in all the affected states. Rs. 50,000 would be given to the injured. GOI is in full solidarity with those affected and will provide them all possible support.
— Narendra Modi (@narendramodi) May 19, 2021
વડાપ્રધાને રાજ્યના લોકોને ખાતરી આપી હતી કે, કેન્દ્ર સરકાર આ મુશ્કેલ સમયગાળામાં રાજ્ય સરકાર સાથે સંકલન સ્થાપિત કરીને કામ કરશે, અસરગ્રસ્ત વિસ્તારોમાં માળખાગત સુવિધાઓની પુનઃસ્થાપન અને એનું પુનઃનિર્માણ કરવા માટે શક્ય તમામ સહાયતા પ્રદાન કરશે. વડાપ્રધાને મુલાકાત દરમિયાન કોવિડ મહામારી સાથે સંબંધિત સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારના વહીવટીતંત્રે પ્રધાનમંત્રીને મહામારી સામે લડવા માટે હાથ ધરવામાં આવેલા પગલાં વિશે જાણકારી આપી હતી અને વડાપ્રધાને મહામારીનું નિવારણ કરવા માટે પગલાં લેવામાં આવે એ સુનિશ્ચિતતા કરવા પર ભાર મૂક્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વ ગ્રાહી સમીક્ષા અને પરિસ્થતિની વિગતો એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ તેમજ રાહત કમિશનર હર્ષદ પટેલ અને સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુક્લાએ આ બેઠકમાં ઉપસ્થિત રહી વડાપ્રધાનને રાજ્યની આ વાવાઝોડા સ્થિતિનો ચિતાર આપ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત