Team Chabuk-Gujarat Desk: વડાપ્રધાન મોદીએ થલતેજથી વસ્ત્રાલના મેટ્રોના ફેઝ-1ના રૂટનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાને આજે ગાંધીનગરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો. તેઓ ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસમાં બેસીને જ કાલુપુર મેટ્રો સ્ટેશન પહોંચ્યા હતા. વંદે ભારત એક્સપ્રેસમાં બેસી કાલુપુર સ્ટેશને પંહોચી તેમણે મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કર્યું હતું. મોદીએ એઈસી ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધીને કહ્યું હતું કે અરે, મારા અમદાવાદીઓ… મારે આજે અમદાવાદને સો સો સલામ કરવી છે.
મેટ્રો ટ્રેન હાલના તબક્કે દરેક ટ્રેન 3 કોચ વાળી છે. તમામ ટ્રેન સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે. ટ્રેનના રોલિંગ સ્ટોકની વાત કરીએ તો, 32 ટ્રેન સેટ્સ, 96 ટ્રેન કોચ હશે. પૂર્વ- પશ્ચિમ કોરિડોર પરના કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર,જૂની હાઈકોર્ટ (વિનિમય), એસપી સ્ટેડિયમ, કોમર્સ સિક્સ રોડ, ગુજરાત યુનિ., ગુરુકુલ રોડ, દુરદર્શન કેન્દ્ર તેમજ થલતેજ સ્ટેશનોનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર- દક્ષિણ કોરિડોર પર મોટેરા, સાબરમતી, AEC, રાણીપ, વાડજ, વિજયનગર, ઉસ્માનપુરા, જૂની હાઈકોર્ટ, ગાંધીગ્રામ, પાલડી, શ્રોયસ, રાજીવનગર, જીવરાજ અને APMC સ્ટેશનનો સમાવેશ થાય છે. મેટ્રોના 32 કિમીના રૂટ પર મેટ્રોનો રૂટ શરૂ થયો છે. એક જ વર્ષમાં 32 કિમીની યાત્રાનું દેશમાં લોકાર્પણ થયું છે.
પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદમાં જનસભામાં સંબોધન દરમિયાન વિનંતી કરતા જણાવ્યું હતું કે, મેટ્રોમાં પ્રવાસ કરતા વિદ્યાર્થીઓને હું એક રિકવેસ્ટ કરું છું કે, આ મેટ્રો સ્ટેશન કેવી રીતે આકાર પામ્યું. ખોદકામ કેવી રીતે કર્યું, ટનલ કેવી રીતે બની આ તમામ બાબતો જાણે. શિક્ષણ વિભાગને પણ વિનંતી કરું છું કે, વિદ્યાર્થીઓને માત્ર ટ્રેનમાં જ મુસાફરી ન કરાવતા આ મેટ્રો આકાર કેવી રીતે પામી તેની જાણકારી પણ મેળવે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
