Team Chabuk-Political Desk: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી થોડા દિવસ પહેલા જ અમદાવાદના ઘાટલોડિયામાં જે રિક્ષાચાલક વિક્રમ દંતાણીના ઘરે જમવા ગયા હતા. વિક્રમ દંતાણી આજે ભાજપની ટોપી અને ભાજપનો ખેસ પહેરીને જાહેરસભામાં વડાપ્રધાનને સાંભળવા માટે પહોંચ્યો હતો. પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. PM મોદીએ ગુજરાતને ‘વંદે ભારત એક્સપ્રેસ’ અને ‘મેટ્રો ટ્રેન’ની ભેટ અર્પણ કર્યા બાદ થલતેજ ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું.
અમદાવાદના રિક્ષાચાલક વિક્રમ દંતાણીએ જણાવ્યું હતું કે, હું જ્યારથી વોટ નાખતા શીખ્યો છું ત્યારથી જ ભાજપમાં જોડાયેલો છું અને મોદી સાહેબનો આશિક છું. જ્યારે હું યુનિયનની સભામાં ગયો ત્યારે મેં અરવિંદ કેજરીવાલને જમવા માટે આમંત્રણ આપ્યું હતું. એક સામાન્ય નાગરિક અને ગુજરાતી જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે જમવાનું આમંત્રણ આપે છે એવી રીતે જમવા બોલાવ્યાં હતા. આમ આદમી પાર્ટી સાથે હું જોડાયેલો નથી. પ્રોટોકોલ તોડીને તેઓ મારી સાથે રીક્ષામાં આવ્યા હતા. હું પહેલાંથી જ ભાજપ માટે જ કામ કરૂં છું. અમારી આખી સોસાયટી ભાજપને જ મત આપે છે.
અરવિંદ કેજરીવાલ મારા ઘરે આવ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. તેમાં મોટાભાગના લોકો તેમના જ માણસો હતા. અડધા માણસો યુનિયન તરફથી અને બીજા એમના માણસો હતા. અરવિંદ કેજરીવાલ જમીને ગયા પછી તેઓએ મારો કોઈ સંપર્ક કર્યો નથી. હું તો ભાજપ સાથે જોડાયેલું છું. ભાજપ સરકાર હોય ત્યાં મને કોઈ ડર નથી. ભાજપ સરકારનું કામ હોય ત્યાં હું હાજર થઈ જાઉ છું. મારા ઉપર કોઈ દબાણ નથી કે કોઈ ધમકી આપવામાં આવી નથી. હું જાતે જ આ સભામાં આવ્યો છું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
