Homeગુર્જર નગરીવડાપ્રધાન મોદીના માતા હીરાબાનું નિધન, વડાપ્રધાને કાંધ આપી

વડાપ્રધાન મોદીના માતા હીરાબાનું નિધન, વડાપ્રધાને કાંધ આપી

Team Chabuk-Gujarat Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું અવસાન થયું છે. હીરાબાએ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. હીરાબાના નિધનના સમાચારથી માત્ર રાજકીય વર્તુળોમાં જ નહીં દેશના તમામ લોકોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. માતાના નિધનના સમાચાર ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ ટ્વિટ કરીને આપ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાયસણ ખાતે તેઓના ભાઈ પંકજભાઈ મોદીના ઘરે પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદીએ માતા હીરાબાના અંતિમ દર્શન કરીને કાંધ આપી હતી. ગાંધીનગરના સેક્ટર-30ના સ્મશાન ખાતે હીરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ચારેય ભાઈઓએ માતાને મુખાગ્નિ આપી હતી. હીરાબા પંચમહાભૂતમાં વિલિન થઈ ગયા છે.

 પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું -એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામાં, મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.

હીરાબાનો જન્મ ગુજરાતમાં મહેસાણાના વિસનગરમાં થયો હતો, જે તેઓના વતન વડનગરની નજીક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાને મંગળવારે રાતે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. જ્યારે આજે મોડી રાત્રે 3.30 કલાકે હીરાબાનું અવસાન થયું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments