Homeગુર્જર નગરીપોરબંદર જિલ્લામાં આટલા લાભાર્થીઓને મળ્યા વિના મૂલ્યે ગેસ કનેક્શન

પોરબંદર જિલ્લામાં આટલા લાભાર્થીઓને મળ્યા વિના મૂલ્યે ગેસ કનેક્શન

Team Chabuk-Gujarat Desk: તા.૧૭ સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે પોરબંદર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ત્રણેય તાલુકામાં ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમા ૪૮૫ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત વિના મૂલ્યે ગેસ કનેકશન વિતરણ કરવામાં આવ્યા હતા.

પોરબંદર તાલુકા કક્ષાનો મહેર સમાજ દેગામ ખાતે યોજાયેલ ગરીબોની બેલી સરકારના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-૨ અંતર્ગત ૨૦૦ લાભાર્થીઓને વિનામૂલ્યે LPG ગેસ કનેક્શન વિતરણ, મુખ્યમંત્રી બાલ સહાય યોજના હેઠળ ૧૦ લાભાર્થીઓને સહાય વિતરણ, રાણાવાવ તાલુકા કક્ષાનો લીરબાઈ માતાજીમંદિર રાણા કંડોરણા ખાતે યોજાયેલ ગરીબોની બેલી સરકારના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-૨ અંતર્ગત ૮૫ લાભાર્થીઓને વિનામૂલ્યે LPG ગેસ કનેક્શન વિતરણ, મુખ્યમંત્રી બાલ સહાય યોજના હેઠળ ૫ લાભાર્થીઓને સહાય વિતરણ, કુતિયાણા તાલુકા કક્ષાનો પટેલ સમાજ દેવડા ખાતે યોજાયેલ ગરીબોની બેલી સરકારના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-૨ અંતર્ગત ૨૦૦ લાભાર્થીઓને વિનામૂલ્યે LPG ગેસ કનેક્શન વિતરણ, મુખ્યમંત્રી બાલ સહાય યોજના હેઠળ ૧૦ લાભાર્થીઓને સહાય વિતરણ, તથા ૧૦૦ ટકા વેકસીનેશન પૂર્ણ કરાવનાર ગામોના સરપંચોનું સન્માન કરાયુ હતું. તેમજ સ્વચ્છ ભારત મિશન- ફેઝ ૨ ની નાની વિડિયો ફિલ્મ પ્રસારિત કરવામાં આવી હતી.

આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ધાનાણી, ઉપ પ્રમુખ ગોપાલભાઈ કોઠારી, કારોબારી ચેરમેન રમેશભાઈ ઓડેદરા સહિત મહાનુભાવો, અધિકારીઓ,  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ટીમ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments