Team Chabuk-Gujarat Desk: આજકાલ રોજગારી એ સૌથી મોટી માથાકૂટ છે. ભરતી પરીક્ષામાં દસ સીટ માટે લાખો ફોર્મ ભરાય છે. એવામાં નોકરી મળવાની આશાએ કોઈ વખત શિક્ષિત બેરોજગારોની સાથે ઠગાઈ આચરવામાં આવે છે.
પોરબંદરમાં પણ આવી ઠગાઈનો એક કિસ્સો સામે આવ્યો છે. જોકે શિક્ષિત બેરોજગારો છેતરાય એ પહેલા જ લોભામણી લાલચ આપનારી કંપનીનું કપટીયું સામે આવી ગયું હતું. આ રોયલ કંપનીને આશા હતી કે, શિક્ષિત બેરોજગારોની આકાંક્ષા-અપેક્ષાનો લાભ ઉઠાવી તેમની પાસેથી બે-બે હજાર રૂપિયા પડાવી લૂંટી લેવામાં આવે. જોકે એનો આરંભ થતા પહેલા જ અંત થઈ ગયો છે.
હાલમાં પોરબંદર સહિત ગુજરાતભરમાં સોશિયલ મીડિયા રોયલ ગ્રૂપના લેટરપેડ ધરાવતી એક પીડીએફ વાઈરલ થઈ છે. આ પીડીએફમાં બેરોજગારોને સંબોધીને જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતના તમામ તાલુકાઓમાં 15- કો.ઓર્ડિનેટરની જરૂરિયાત છે. જેમની પસંદગી થશે તેમને 15,000 રૂપિયા આપવામાં આવશે. કરારની મુદ્દત 31-3-2024ની રાખવામાં આવી છે અને ઉપરથી દરેક કો.ઓર્ડિનેટરની નિમણૂક તેના પોતાના તાલુકામાં જ થશે તેવી વાતોના ફુગ્ગા ફુલાવવામાં આવ્યા છે.
આ રોયલની રોયલગીર હવે સામે આવે છે. જેમાં જે પણ અરજદાર કો.ઓર્ડિનેટર તરીકે કામ કરવા ઈચ્છતા હોય એમણે 2000 રૂપિયાની રકમ ભરવાની રહેશે તેવું લખવામાં આવ્યું છે. રકમ પણ આપેલી તારીખ 6-4 સુધીમાં ભરી દેવાનું કહ્યું છે. યુવાનોની આંખે આ ખબર ચડતા એમણે કંપનીની ઓફિસનો પત્તો લગાવવાનું નક્કી કર્યું હતું.
યુવાનો આપેલ સરનામે શિવશક્તિ સામે મહાત્મા ગાંધી (એમજી) રોડે ગયા હતા, પણ ત્યાં આવી કોઈ ઓફિસનું અસ્તિત્વ જ ન હતું. અન્ય કોઈ આ લોભામણી જાહેરાતથી છેતરાઈ નહીં આ માટે પોલીસે પણ સતર્ક રહેવા જનતાને અપીલ કરી છે કારણ કે આવી કોઈ પેઢી નથી. જેથી આ પ્રકારની કોઈ પીડીએફ તમારી પાસે આવે તો શેર ન કરતાં.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત