Homeગુર્જર નગરીજે યુવાનોને સરકારી નોકરી મળી તેમણે રાજ્યની ભાજપ સરકાર વિશે શું શું...

જે યુવાનોને સરકારી નોકરી મળી તેમણે રાજ્યની ભાજપ સરકાર વિશે શું શું કહ્યું ?

Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં કાર્યરત રાજ્ય સરકાર પાંચ વર્ષ પૂર્ણ કરવાના અવસરે નવ દિવસીય જનહિત લક્ષી કાર્યક્રમો, સેવા કાર્યો, ખાતમુહૂર્ત, ઉદ્ઘાટનો આ પ્રસંગે આજરોજ યુવાશક્તિ (રોજગાર દિવસ) નિમિત્તે સ.પ.સ. જળસંચય યોજના ચેરમેન ભરતભાઇ બોઘરાના અધ્યક્ષ સ્થાને તથા ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાની ઉપસ્થિતિમાં પોરબંદરના તાજા વાળા હોલ ખાતે યુવાનોને રોજગારીના નિમણૂંક પત્રો એનાયત કરાયા હતા. આ પ્રસંગે સરકારી તેમજ ખાનગી ક્ષેત્રે નિમણુંક મેળવનાર યુવાનોએ પોતાનો અભિપ્રાય આપીને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ટેકનીકલ આસિસ્ટન્ટ તરીકે જોડાયેલા ખડીયા દિપાલીબેનને કહ્યું કે, રાજ્ય સરકારની પારદર્શક ભરતી પ્રક્રિયાની હું સાક્ષી છું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પરીક્ષામાં હું ઉત્તીર્ણ થઇ અને મારી મહેનતના કારણે તથા સરકારના નિષ્પક્ષ પ્રક્રિયાના કારણે મને સરકારી નોકરી મળી છે.

એસટી નિગમમાં ડ્રાઇવર તરીકે નિમણૂક પામેલા રાઠોડ રસિક કુમારે કહ્યું હતું કે, રોજગાર દિવસ અંતર્ગત કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મને એસટી નિગમમાં ડ્રાઇવર તરીકેની નિમણૂક મળી છે. રાજ્ય સરકાર દ્વારા યોજાતી નિષ્પક્ષ અને પારદર્શક ભરતી પ્રક્રિયા થકી મારા જેવા અનેક બેરોજગારોની રોજગારી પૂરી પાડવા બદલ હું રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments