Team Chabuk-Gujarat Desk: પતિ અને પત્નીના ઝઘડા વિશે ખૂબ વારદાતો બની છે. હત્યાના બનાવો પણ બન્યા છે, પણ વાપીની આ ઘટના ચોંકાવનારી છે. કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે કોઈ પતિ પોતાની પત્નીનું માથું ધડથી અલગ કરી નાખે? આવું બન્યું છે. વાપીના ડુંગળી ફળિયા મચ્છી માર્કેટના નાળા પાસે ગુરૂવારના રોજ એક અજાણી મહિલાનું કપાયેલું માથું હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ડુંગરા પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આરોપીને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી.
પોલીસને ખબર મળી હતી કે મૃતક મહિલાનું નામ સાધના દેવી છે અને તે મૂળ ઉત્તરપ્રદેશની છે. તેના પતિનું નામ લક્ષ્મીકાંત છે. મહિલાનો હત્યારો બીજો કોઈ નહીં પણ તેનો જ ધણી નીકળ્યો હતો. પત્ની ઉપર ચારિત્ર્યની શંકા રાખી પતિએ ધારદાર હથિયારથી માથું કાપી નાખ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપી પતિએ પૂરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે મચ્છી માર્કેટના નાળા પાસે માથું ફેંકી દીધું હતું. પોલીસે ભાગેડુ આરોપીને પકડી પાડ્યો હતો અને તેની વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.
આશ્ચર્યની વાત એ છે કે હત્યારો પતિ પોતાની પત્નીનું માથું કાપ્યા બાદ હાથમાં લઈ ઘરથી 400 મીટર સુધી ફર્યો હતો. આ અંગે ડુંગરા પોલીસ સ્ટેશનના પી.આઈ દિપક ઢોલે જણાવ્યું હતું કે, હત્યારા પતિનો ભાંડો ત્યારે ફૂટ્યો હતો જ્યારે રાતના દોઢ વાગ્યે પત્નીનું માથું કાપી હાથમાં લઈ જતાં પતિને મકાન માલિક જોઈ ગયો હતો. મકાન માલિકે તુરંત આ ઘટના અંગે ડુંગરા પોલીસને બાતમી આપી હતી. જે પછી પોલીસે તેને પકડી પાડ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત