Team Chabuk-Gujarat Desk: વડોદરાથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી ગૈારવ દિવસ નિમિતે સખી મંડળોની બહેનોને લોનનાં ચેક વિતરણ કાર્યક્રમ અંતર્ગત પોરબંદર બિરલા હોલ ખાતે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાની ઉપસ્થિતિમાં યોજાયેલ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત જોઇન્ટ લાયાબીલીટી અર્નિંગ એન્ડ સેંવિગ ૧ લાખ લેખે ગ્રામિણ વિસ્તારના ૫ ગ્રૃપ તથા શહેરી વિસ્તારના ૫ ગ્રૃપ એમ કુલ ૧૦ સખીમંડળોને રૂ ૧૦. લાખની લોનના મંજુરી પત્ર મહાનુભાવોનાં હસ્તે વિતરણ કરયા હતા.
પોરબંદર ઉપરાંત રાણાવાવ સરકારી વિનયન કોલેજ ખાતે જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંજુબેન કારાવદરાની ઉપસ્થિતિમાં ૧૦ સખીમંડળોને રૂ.૧૦ લાખની લોનના મંજુરી પત્રો પાઠવવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લામાં ૧૧૮ સખી મંડળને રૂ૧.૧૮ કરોડની લોનનાં મંજુરી પત્રો પાઠવવામાં આવ્યા હતા. ૧૧૮ સખી મંડળોમાં ૧૧૮૦ બહેનોનો સમાવેશ થાય છે. જેમા ગ્રામીણ વિસ્તારોના ૯૨ સખી મંડળો તથા શહેરી વિસ્તારોના ૨૬ સખી મંડળો છે.
લાભાર્થી સખીમંડળોને લોનના મંજુરી પત્રો પાઠવવાની સાથે શુભેચ્છા આપી ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ જણાવ્યું હતું કે, મહિલા ઉત્કર્ષ માટે વર્તમાન સરકાર અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. મહિલા સશક્તિકરણ માટે બેટી બચાવો, બેટી પઢાવો, દીકરીઓને સાયકલ વિતરણ, મહિલાઓ સામાજિક આર્થિક રીતે સદ્ધર બને તે હેતુથી વર્તમાન સરકારે અનેક નિર્ણયો લઇને જનકલ્યાણકારી યોજનાઓ ચાલુ કરી છે.
રાણાવાવ ખાતે યોજાયેલ ચેક વિતરણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજુબેને જણાવ્યું કે, પુરુષોની જેમ બહેનો પણ આર્થિક રીતે સ્વનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર અનેક કલ્યાણકારી યોજનાઓ દ્વારા આર્થિક સહાય, તાલીમ, કીટ વિતરણ દ્વારા અનેક જનકલ્યાણ લક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. પોરબંદર જિલ્લાની સખી મંડળની બહેનો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ઝીરો ટકા વ્યાજે લોન મેળવીને આર્થિક સામાજિક રીતે સ્વનિર્ભર બનશે.
કલેકટર અશોક શર્માએ આ પ્રસંગે જણાવ્યું કે, પોરબંદર જિલ્લાના વિવિધ સખી મંડળોને ઝીરો ટકા વ્યાજે જે લોન આપવામાં આવે છે તે રકમ બહેનોને સ્વનિર્ભર બનવા ઉપયોગી બનશે. એક સખી મંડળમાં ૧૦ બહેનો એમ જિલ્લામાં કુલ ૧૧૮ સખી મંડળોનાં ૧૧૮૦ બહેનોને રૂ૧.૧૮ કરોડની લોનની આ રકમ ઉપયોગી બનશે.
જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામાક એસ.ડી.ધાનાણીએ મહેમાનોનું સ્વાગત કરવાની સાથે સખીમંડોળનાં બહેનોને અભિનંદન પાઠવી સ્વનિર્ભર બનવા લોનની રકમ ઉપયોગી બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. પોરબંદર ખાતે લોન ચેક વિતરણ ક્રાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના પમુખ સરજુભાઇ કારીયા, મહિલા અને બાળ વિકાસનાં અધ્યક્ષ લક્ષ્મીબેન મોરી, પ્રાત અધિકારી કે.વી.બાટી, જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઇ મોઢવાડીયા, શ્રીમીતાબેન થાનકી, મહિલા અને બાળ અધિકારી કાશ્મીરાબેન સાવંત સહિત કર્મચારીઓ તથા જુદાં-જુદાં સખી ભંડોળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે સ્થાનિક લોક કલાકાર રાજુભાઇ બારોટે સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો. કાર્યક્રમની આભારવિધિ પ્રોગ્રામ ઓફીસર અંજનાબેન જોશીએ તથા કાર્યક્રમનું સંચાલન જલ્પાબેન ધામેચા તથા આરતીબેન ત્રિવેદીએ કર્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત