Team Chabuk-National Desk: ભારતે પૂર્વ લદ્દાખમાં દુનિયાની સૌથી ઊંચી સડકનું નિર્માણ કર્યું છે. પૂર્વ લદ્દાખના ઉમલિંગલા પાસેથી પસાર થનારો રસ્તો સમુદ્રની સપાટીથી 19,300 ફૂટ ઊંચાઈ પર આવેલ છે. રક્ષા મંત્રાલય દ્વારા બુધવારના રોજ તેની જાણકારી આપવામાં આવી હતી. આ પહેલા દુનિયાનો સૌથી ઊંચો માર્ગ બોલિવિયામાં હતો. અહીં ઉતરુંસ જ્વાળામુખીની પાસે આવેલ રસ્તાની સમુદ્રની સપાટીથી ઊંચાઈ 18,953 ફૂટ હતી.
𝗠𝗶𝗹𝗲𝘀 𝘁𝗼 𝗴𝗼 𝗯𝗲𝗳𝗼𝗿𝗲 𝗜 𝘀𝗹𝗲𝗲𝗽
— 𝑩𝒐𝒓𝒅𝒆𝒓 𝑹𝒐𝒂𝒅𝒔 𝑶𝒓𝒈𝒂𝒏𝒊𝒔𝒂𝒕𝒊𝒐𝒏 (@BROindia) August 2, 2021
..And we reached the last milestone over the Mighty Umling La Pass by constructing the World’s Highest motorable road.
The National Flag unfurls with Pride and Elan, telling the world – 🇮🇳 सारे जहां से अच्छा हिंदोस्तान हमारा 🇮🇳 pic.twitter.com/OQyNFmUo3S
આ રસ્તો નિર્માણ પામ્યા બાદ ઉમલિંગલા પાસ એક બ્લેક ટોપ રોડની સાથે જોડાઈ ગયો છે. 52 કિલોમીટર લાંબો આ રસ્તો પૂર્વ લદ્દાખના ચુમાર સેક્ટરના મહત્વપૂર્ણ વિસ્તારોને જોડે છે. સરકારના જણાવ્યા અનુસાર આ રસ્તો સ્થાનિક લોકો માટે વરદાનરૂપ સાબિત થશે, કારણ કે તે લેહથી ચિસુમલે અને ડેમચોક સાથે જોડાનારો એક વૈકલ્પિક અને સીધો માર્ગ ઉપલબ્ધ કરાવે છે.
જ્યાં આ રસ્તાનું નિર્માણકાર્ય કરવામાં આવ્યું છે ત્યાં સ્થિતિઓ એટલી વિકટ છે કે રસ્તાનું બાંધકામ કરવું એ પણ પડકારજનક મનાય છે. શિયાળામાં અહીંનું તાપમાન માઈનસ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે અને ઓક્સિજનનું સ્તર સામાન્ય વિસ્તારોની સ્પર્ધાએ લગભગ 50 ટકા રહી જાય છે. બીઆરઓએ આવી પરિસ્થિતિઓ છતાં આ મહત્વના રસ્તાનું નિર્માણ કાર્ય આટોપ્યું છે.
આ રસ્તાનું નિર્માણ માઉન્ટ એવરેસ્ટ બેસ કેમ્પથી પણ વધારે ઊંચાઈ પર છે. નેપાળમાં આવેલ સાઉથ બેસ કેમ્પની ઊંચાઈ 17,598 ફૂટ છે, જ્યારે તિબેટમાં આવેલ નોર્થ બેસ કેમ્પની ઊંચાઈ 16,900 ફૂટની ઊંચાઈ પર છે. આ સિયાચેન ગ્લેશિયર કરતા પણ ઉપર છે. જેની સમુદ્રની સપાટીથી ઊંચાઈ 17,700 ફૂટ છે. લેહમાં આવેલ ખારદૂંગા લા પાસની ઊંચાઈ 17,582 ફૂટ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત