Team Chabuk-Gujarat Desk: સોશિયલ મીડિયા પર હાલ ડોલ્ફિનનો એક અદભૂત વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક સાથે સેકડો ડોલ્ફિન જોવા મળી રહી છે. વીડિયો પોરબંદરના દરિયાનો હોવાનો દાવો કરાયો છે.
વીડિયોમાં જોઈ કેટલીક ફિશિંગ બોટ અને કેટલાક માછીમારોને પણ જોઈ શકાય છે. સાથે જ ડોલ્ફિનના ઝૂંડને પણ આગળ વધતું જોઈ શકાય છે. જો કે, આ વીડિયો ક્યારનો છે અને ક્યા વિસ્તારનો છે તે જાણી શકાયું નથી.
સ્થાનિક માછીમારોનું કહેવું છે કે, ગુજરાતના સમુદ્રમાં ડોલ્ફિન માછલી જોવા મળે છે પરંતુ આટલી સંખ્યમાં એક સાથે ડોલ્ફિન પહેલીવાર જોવા મળી છે.
આ પહેલાં દીવના દરિયામાં તેમજ ભાવનગર જિલ્લાના ઘોઘા બંદરે ડોલ્ફિન જોવા મળી હતી. દીવ અને ઘોઘા બંદરે પર્યટકોએ ડોલ્ફિનના કરતબો જોયા હતા.
ડોલ્ફિન વિશે જાણો
ડોલ્ફિન જળચર સસ્તન પ્રાણી છે તે બચ્ચાંને જન્મ આપે છે. વિશ્વમાં ડોલ્ફિનની અંદાજે 40થી વધુ જાત છે. સૌથી મોટી વાત એ છે કે ડોલ્ફિન મિલનસાર છે. ડોલ્ફિનની યાદશક્તિ અન્ય સમુદ્રી જીવો કરતાં સૌથી તેજ હોય છે ઉપરાંત તેની સાંભળવાની શક્તિ પણ મનુષ્ય કરતા 10 ગણી વધારે હોય છે. જો કે, ડોલ્ફિન સૂંઘી શકતી નથી તેનામાં સૂંઘવાની શક્તિ હોતી નથી. ડોલ્ફિન ક્યારેય પોતાનો ખોરાક ચાવતી નથી તે ખોરાકને સીધો જ ગળી જાય છે. એટલું જ નહીં આપને જાણીને આશ્ચર્ય થશે કે ડોલ્ફિન આંખ ખુલ્લી આંખે ઉંઘે છે. ડોલ્ફિન દરિયાની સપાટી પર ૨૦ ફૂટ સુધી ઊંચો કૂદકો લગાવી શકે છે. તે પાણીની અંદર શ્વાસ લઈ શકતી નથી જેથી તેને શ્વાસ લેવા માટે પાણીની સપાટી પર આવવું પડે છે. એકવાર ડૂબકી લગાવ્યા બાદ તે વધુમાં વધુ 15 મિનિટ સુધી જ પાણીમાં રહી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
