Team Chabuk-Political Desk: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભાના સભ્ય દિગ્વિજય સિંહ પોતાના નિવેદનોના કારણે વારંવાર વિરોધીઓના નિશાના પર રહે છે. તેમણે વેલેન્ટાઈનડેની શુભકામનાઓ આપી વિરોધીઓને પીઠ ધરી છે. ભાજપના પ્રવક્તા નેહા બગ્ગાએ કહ્યું છે કે દિગ્વિજયસિંહની ઉંમર વાનપ્રસ્થની છે અને એ બાજુ જ મન લાગવું જોઈએ.
તમારી વય વાનપ્રસ્થની
દિગ્વિજયસિંહે સોમવારના રોજ ટ્વીટ કર્યું હતું કે મારા તમામ મિત્રો અને પ્રિયજનો વેલેન્ટાઈન ડેની અઢળક શુભકામનાઓ. જેના પર ભાજપના મહિલા મોર્ચાની પ્રદેશ પ્રભારી અને પ્રવક્તા નેહા બગ્ગાએ કહ્યું કે દિગ્વિજયસિંહજી આપણી સંસ્કૃતિ અનુસાર તમારી વય વાનપ્રસ્થની છે, એ બાજુ મન લગાવો. આપણે એ દેશના નાગરિક છીએ, જે પ્રત્યેક જીવ જંતુથી દરેક ક્ષણ પ્રેમ કરીએ છીએ અને સૌનું ભલુ ઈચ્છીએ છીએ.
તમે ભાગ્યશાળી છો જ
બીજી તરફ ભાજપના પ્રવક્તા ઉમેશ શર્માએ કટાક્ષ કર્યો હતો કે વેલેન્ટાઈનના મુદ્દે તો તમે ભાગ્યશાળી છો જ, જેને ઈચ્છતા હતા એમને પામ્યા. કદાચ વેલેન્ટાઈનની શુભકામનાઓ સિવાય આજે પુલવામા હુમલાના શહીદોનું પણ સ્મરણ કરી લેત. જવા દો, આ ઉંમરમાં પણ શહીદો સિવાય તમારી પ્રાથમિકતા કેડબરી, ટેડી, લાલ ગુલાબ જ છે….
Happy Valentine Day to all my friends and loved ones. #HappyValentines #Happy_Valentines_Day
— digvijaya singh (@digvijaya_28) February 14, 2022
બાબુ.25 વર્ષ નાની અમૃતા સાથે લગ્ન
ટીવી એન્કર અમૃતા રાયની સાથે દિગ્વિજયસિંહની અંગત તસવીરો વાઈરલ થઈ હતી. એ પછી દિગ્વિજયસિંહે બંને વચ્ચેના સંબંધોની વાતનો સ્વીકાર કર્યો હતો. 2015માં બંનેએ લગ્ન કરી લીધા હતા. ત્યારે દિગ્વિજયસિંહ 68ના અને અમૃતા 44 વર્ષની હતી. પોતાની વયથી 25 વર્ષ નાની છોકરી સાથે વિવાહ કરી દિગ્વિજયસિંહ ચર્ચામાં આવ્યા હતા.
નિવેદનથી વિવાદો
દિગ્વિજયસિંહે વર્ષ 2013માં મંદસૌરમાં જનસભા દરમિયાન સાંસદ મીનાક્ષી નટરાજનને સો ટચ માલ કહી દીધો હતો. એમણે કહેલું કે હું એક જૂનો ઝવેરી છું. મને ખબર છે કે કોણ સાચું છે અને કોણ ખોટું? આમ કહેતા તેમણે મીનાક્ષી નટરાજનને 100 ટચનો માલ કહી દીધો હતો. ડિસેમ્બર 2021માં દિગ્વિજયસિંહ એક નિવેદનને લઈ ચર્ચામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જીન્સ પહેરનારી અને મોબાઈલનો ઉપયોગ કરનારી છોકરીઓ મોદીને પસંદ નથી કરતી. 40-50 વર્ષની મહિલાઓ જ તેમને પસંદ કરે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત