Homeગુર્જર નગરીપોરબંદર: સેવાસેતુ કાર્યક્રમમાં નગરપાલિકા વિસ્તારમા કુલ ૫,૩૬૦ અરજીઓ તથા ગ્રામિણ વિસ્તારોમાં ૧૫,૯૦૦...

પોરબંદર: સેવાસેતુ કાર્યક્રમમાં નગરપાલિકા વિસ્તારમા કુલ ૫,૩૬૦ અરજીઓ તથા ગ્રામિણ વિસ્તારોમાં ૧૫,૯૦૦ અરજીઓ આવી હતી

જીતેન્દ્ર નિમાવત માહિતી કચેરી પોરબંદર: સમગ્ર ગુજરાતમાં શરૂ થયેલ સાતમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમને વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે રાજ્યના નાગરિકોના વ્યક્તિલક્ષી પ્રશ્નોના નિવારણની ગતિને વધુ પારદર્શી અને વેગવંતી બનાવવા રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમનો સાતમા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. સેવાસેતુ કાર્યક્રમને ઠેર ઠેર જનપ્રતિસાદ મળી રહ્યો છે. પોરબંદર જિલ્લામા ગ્રામિણ તથા શહેરી વિસ્તારોમા ૧૦૦ ટકા નાગરિકોની અરજીઓનો નિકાલ સ્થળ પર કરવામા આવ્યો છે. પોરબંદર, રાણાવાવ તથા કુતિયાણા નગરપાલિકા વિસ્તારમા કુલ ૫૩૬૦ અરજીઓ આવી હતી. ગ્રામિણ વિસ્તારોમા ૧૫૯૦૦ અરજીઓ આવી હતી. આમ પોરબંદર જિલ્લામા કુલ ૨૧૨૬૦ અરજીઓ આવી હતી. જે ૧૦૦ ટકા અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામા આવ્યો હતો. આ ઉપરાંત અંતરિયાળ તથા છેવાડાના વિસ્તારોમા મોબાઇલ વાન દ્રારા નાગરિકોને સેવા પુરી પાડવામા આવી હતી.

પારદર્શી પ્રશાસન માટે પ્રતિબધ્ધ રાજ્ય સરકાર લોક કલ્યાણ અર્થે લોકાભિમુખ વહિવટ આપવા માટે પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ, તેમની લાગણી, માગણી સંતોષવાના સંવેદનશીલ અને પારદર્શી અભિગમ સાથે સેવાસેતુ થકી પ્રજાના પ્રશ્નોનુ ઘર આંગણે નિરાકરણ લાવવામા આવે છે. પોરબંદર જિલ્લામા શરૂ થયેલા સાતમા તબક્કામા વિવિધ કચેરીઓ દ્રારા સંવેદનશીલ અભિગમ રાખીને  સ્થળ પર જ જન પ્રશ્નોનુ નિરાકરણ લાવવામા આવે છે. પોરબંદરના છેવાડાના વિસ્તાર સહિત કુતિયાણાના ઘેડ વિસ્તારો કે રાણાવાવના બરડા વિસ્તારોમા લોકોને સેવાસેતુ કાર્યક્રમમા સરકારની સેવાનો સુખદ અને પરીણામલક્ષી અનુભવ થઇ રહ્યો છે.

સ્થળ પર જ વિવિધ સમસ્યાઓના સમાધાન થવાથી લોકોના સમય અને ખર્ચની બચત થઇ રહી છે. આ ઉપરાંત વિવિધ કચેરીઓ સાથે લાભાર્થીઓને લાગણીના સબંધો બંધાય છે. કર્મચારીઓના હકારાત્મક અભિગમથી લોકો પોતાના પ્રશ્નોની રજુઆતમા આત્મવિશ્વાસ પણ વધે છે.

પોરબંદર નગરપાલિકા વિસ્તારમા ૨૭૯૧ અરજીઓ, રાણાવાવ નગરપાલિકા વિસ્તારમા ૧૬૩૮ અરજીઓ તથા કુતિયાણા નગરપાલિકા વિસ્તારમા ૯૩૧ અરજીઓ આમ સેવાસેતુ કાર્યક્રમમા લોકો દ્રારા ૫૩૬૦ અરજીઓ રજુ કરવામા આવી હતી. આ ઉપરાંત પોરબંદર ગ્રામ્ય વિસ્તારમા ૭૫૪૭ અરજી, રાણાવાવ ગ્રામ્ય વિસ્તારમા ૫૨૪૧ અરજીઓ તથા કુતિયાણા ગ્રામ્ય વિસ્તારમા યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમોમા ૩૧૧૨ અરજીઓ લોકો દ્રારા રજુ કરાઇ હતી. આમ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમા ૧૫૯૦૦ અરજી રજુ કરાઇ હતી.  વિવિધ કચેરીઓને મળેલી આ તમામ અરજીઓનો સુખદ અને પરીણામલક્ષી નિરાકરણ લાવીને સરકારના પારદર્શી અને સંવેદનશીલ અભિગમની પ્રતીતિ કરાવી હતી. આમ પોરબંદર જિલ્લામા યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમોમા લોકો દ્રારા ૨૧૨૬૦ અરજીઓ રજુ કરાઇ હતી જે તમામ અરજીઓનો પરિણામલક્ષી નિકાલ કરાયો હતો. 

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments