Homeગુર્જર નગરીભરૂચ: વિદેશી ફંડથી 100 કરતા વધારે આદિવાસીઓનું ધર્મ પરિવર્તન કરતા નવ લોકો...

ભરૂચ: વિદેશી ફંડથી 100 કરતા વધારે આદિવાસીઓનું ધર્મ પરિવર્તન કરતા નવ લોકો વિરૂદ્ધ કેસ ફાઈલ

Team Chabuk-National Desk: ગુજરાતના ભરૂચ જિલ્લાના એક ગામમાં આદિવાસીઓને વિદેશમાં એકત્રિત ધનનો ઉપયોગ કરી ધર્માંતરણ કરવા માટે કથિત રીતે પ્રોલભન દેવાની ઘટના સામે આવી છે. આ કેસમાં લંડનમાં રહેતા એક વ્યક્તિ સિવાય નવ લોકોની વિરૂદ્ધ અપરાધિક કાર્યવાહી ફાઈલ કરવામાં આવી છે. પોલીસે સોમવારના રોજ આ અંગેની જાણકારી આપી હતી.

અમોદા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં અમોદા તાલુકાના કાંકરિયા ગામના રહેવાસી વાસવા હિંદુ સમુદાયના 37 પરિવારોના 100 કરતા વધારે આદિવાસીઓને પૈસા અને અન્ય પ્રલોભન આપી પોતાનો ધર્મ બદલવાનું કહેવામાં આવ્યું.

આ અંગે અધિકારીએ કહ્યું, આરોપીઓએ નબળી આર્થિક સ્થિતિ અને આદિવાસી સમુદાયના સભ્યોની નિરક્ષરતાનો ફાયદો ઉઠાવીને ઈસ્લામ ધર્મ અપનાવવાનું લાલચ આપ્યું. તમામ નવ આરોપી સ્થાનિક નિવાસી છે. એક આરોપી વર્તમાન સમયે લંડનમાં રહી રહ્યો છે. તેની ઓળખ ફેફડાવાલા હાજી અબ્દુલના રૂપમાં થઈ છે. જેણે આ ઉદ્દેશ્ય માટે પૈસા વિદેશથી એકત્રિત કર્યાં હતા.

advertisement-1

ભરુચ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિદેશથી એકત્રિત કરવામાં આવેલા નાણાનો ઉપયોગ કરી મુસ્લિમ કટ્ટરપંથિઓ દ્વારા અવૈધ ધાર્મિંક રૂપાંતરણ ગતિવિધિ ગામમાં લાંબા સમયથી ચાલી રહી હતી. આરોપી વ્યક્તિઓએ બે સમુદાયના સભ્યોની વચ્ચે શત્રુતા ફેલાવવા અને શાંતિને અસરગ્રસ્ત કરવા માટે રચવામાં આવેલી અપરાધિક ષડયંત્ર હેઠળ વસાવા હિંદુ સમુદાયના સભ્યોને પૈસા અને અન્ય મદદની રજૂઆત કરી તેમને છેતરપિંડીથી ઈસ્લામમાં પરિવર્તિત કરવા માટે લાલચ આપવામાં આવી હતી.

એફઆઈઆરમાં એમ પણ લખવામાં આવ્યું છે કે જિલ્લાના નબીપુરના મૂળ નિવાસી, જે વર્તમાનમાં લંડનમાં રહે છે, એવો ફેફડાવાલા હાજી અબ્દુલ ધર્મ પરિવર્તિન માટે વિદેશથી ફંડ એકત્રિત કરતો હતો. પોલીસે જણાવ્યું હતું કે નવ લોકોની વિરૂદ્ધ ગુજરાત ધર્મની સ્વતંત્રતા (સંશોધન) કાયદાની સાથે સાથે ભારતીય દંડ સંહિતાની કલમ 120 (B) (અપરાધિક ષડયંત્ર), 153 (બી) (સી) (વૈમનસ્યતા ફેલાવવાની આશંકા) અને 506 (2) (અપરાધિક ધમકી) હેઠળ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments