Team Chabuk-Gujarat Desk: પોરબંદર તાલુકાના પ્રા.શાળા મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રમાં વ્યવસ્થાકની ખાલી જગ્યા માટે ઉમેદવારી કરવા ઇચ્છતા ઉમેદવારોએ નિયત નમુનામાં જરૂરી પ્રમાણપત્રો સાથે તા.૧૬/૧૦/૨૦૨૧ સુધીમાં મામલતદાર કચેરી, પોરબંદર મભોયો શાખામાં રજુ કરવા જાણ કરવામાં આવેલ છે.

નિયત નમુનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, મભોયો શાખા પોરબંદરમાંથી કચેરી સમય દરમ્યાન મેળવી શકાશે. મધ્યાહન ભોજન બોખીરા પે.સે.કુમાર શાળા, ખાપટ પ્રાશાળા, રોજીવાડા પ્રા.શાળા, રામવાવ પ્રા.શાળા, છાંયા નવાપરા પ્રા.શાળા, દેગામ સીમ શાળા-૨, ઓડદર સીમ શાળા-માં વ્યવસ્થાપકની ખાલી પડેલ જગ્યામાં ભરતી કરાશે.

ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું SSC પાસ પરંતુ SSC પાસ ન મળે તો સ્થાનિક ઓછામાં ઓછું ધોરણ ૭ પાસ પસંદ થવા પાત્ર છે. વય મર્યાદા ઉમર ૨૦ વર્ષથી ૬૦ વર્ષ તેમજ અનુજાતિ, જનજાતિ બક્ષિપંચના ઉમેદવારો માટે આપેલ વય મર્યાદામાં ૩ વર્ષની છુટછાટ મળવાપાત્ર છે.

સ્થાનિક રહેવાશી, વિધવા/ત્યક્તા નિરાધાર સ્ત્રીઓ તેમજ આર્થિક રીતે નબળી વ્યક્તિઓ તથા ગરીબી રેખા નીચે જીવતા લોકોમાંથી નિમણુંકમાં અગ્રતાક્રમ આપવામાં આવશે. વધુ વિગત માટે પોરબંદર મામલતદાર(ગ્રામ્ય)નો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત