Team Chabuk–Gujarat Desk: ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી માટે ઇ.શ્રમ પોર્ટલ લોન્ચ કરેલ છે. પહેલી વાર ૩૮ કરોડ જેટલા અસંગઠિત શ્રમયોગીની નોંધણી કરવા એક વ્યવસ્થાના ભાગરૂપે જેમાં અસંગઠિત તથા સ્થળાંતરિત શ્રમયોગીઓની નોંધણી કરવામાં આવશે. એટલું જ નહિ પણ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અમલી કરાઇ રહેલી વિવિધ સમાજ સુરક્ષાની યોજનાઓ અસંગઠિત શ્રમયોગીઓ સુધી પહોંચાડવા માટે પણ મદદરૂપ થશે.

eshram.gov.in પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવા માટે અસંગઠીત શ્રમયોગીઓએ આધાર કાર્ડ તથા આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને બેન્ક એકાઉન્ટની વિગતો આપવાની રહેશે. આ પોર્ટલ ઉપર અસંગઠિત શ્રમયોગીનુ રજીસ્ટ્રેશન ત્રણ રીતે થઈ શકે છે. પહેલુ – સર્વિસ સ્ટેશન એટલે કે સ્માર્ટફોન ઉપર જાતે, બીજું – કોમન સર્વિસ સેન્ટર મારફત. ત્રીજુ – ઇ-ગ્રામ કેન્દ્રો મારફતે. આ પ્રમાણે નોંધણી કરાવતાં સ્થળ પર ઇ-શ્રમ કાર્ડ મળવા પાત્ર છે. ઇ-શ્રમ ઉપર નોંધણી તદ્રન વિના મૂલ્યે કરવામાં આવશે.

અસંગઠીત શ્રમયોગીઓમાં બાંધકામ શ્રમયોગી, સ્થળાંતર શ્રમયોગી, ડોમેસ્ટીક વર્કર્સ, ખેત શ્રમયોગીઓ, સ્વરોજગાર ધરાવતા શ્રમયોગી, સ્ટ્રીટ વેન્ડર્સ, નાના દુકાનદારો, આશા વર્કર, આંગણવાડી વર્કર્સ, માછીમારો, પ્લાન્ટેશન વર્કર્સ, મિલ્કમેન, ‘‘મનરેગા’’ હેઠળ કામ કરતા શ્રમયોગીઓ, રિક્ષાચાલકો, મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા વ્યક્તિઓ તેમજ અન્ય શ્રમયોગીઓનો સમાવેશ થાય છે.

ઇ-શ્રમ પોર્ટલ ઉપર નોંધાયેલા દરેક અસંગઠિત શ્રમયોગીને એક વર્ષ માટે રૂપિયા બે લાખનો અકસ્માત વીમો મંજૂર કરવામાં આવશે. જો ઇ-શ્રમ ઉપર નોંધાયેલા કોઈ શ્રમયોગીઓને અકસ્માત થાય તો એને મૃત્યુ કે કાયમી વિકલાંગતાની સ્થિતિમાં રૂ. બે લાખ મળવાપાત્ર થશે. અને અંશતઃ વિકલાંગતાના કિસ્સામાં રૂ. એક લાખ મળશે. નોંધણી થયેથી શ્રમયોગીઓને ૧૨ અંકોના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) સાથેનું ઇ.શ્રમ કાર્ડ જારી થશે. જે દેશભરમાં માન્ય ગણાશે.

ઇ-શ્રમ પોર્ટલ માટે શ્રમયોગીઓને લગતા પ્રશ્નો હલ કરવા માટે રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર ૧૪૪૩૪ અને ગુજરાત રાજ્ય માટે ટોલ ફ્રી નંબર ૧૫૫૩૭૨ છે. આ કાર્ડ માટે ૧૬ થી ૬૦ વર્ષની વચ્ચેની ઉંમરના કોઈ પણ અસંગઠિત શ્રમયોગીની નોંધણી કરાવી શકે છે. તેમ મદદનીશ શ્રમ આયુક્ત, રાજકોટની યાદીમાં જણાવાયું છે.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ