Homeગુર્જર નગરીસુરતમાં પોસ્ટર લાગ્યા, ‘ભાઉના રાજમાં સત્તાના નશામાં મદ ગૃહમંત્રી રાજીનામું આપે..’

સુરતમાં પોસ્ટર લાગ્યા, ‘ભાઉના રાજમાં સત્તાના નશામાં મદ ગૃહમંત્રી રાજીનામું આપે..’

Team Chabuk-Gujarat Desk: સુરત શહેરમાં એક જ દિવસમાં હત્યાની ત્રણ ઘટનાઓ બની. જેમાંની એક ગ્રીષ્મા વેકરિયાની હત્યાએ સુરત સહિત સમગ્ર ગુજરાતને હચમચાવીને રાખી દીધું છે. આ ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ગૃહમંત્રી પણ ગ્રીષ્મા વેકરિયાના ઘરે પહોંચ્યા હતા અને આરોપીને તાત્કાલિક સજા મળશે તેવું આશ્વાસન આપ્યું હતુ. જોકે હવે ગૃહમંત્રીના હોમટાઉનમાં જ તેમના વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવી વાતનો ઉલ્લેખ છે.

હર્ષ સંઘવી અને સી.આર.પાટીલનું નામ

ઉલ્લેખનીય છે કે હર્ષ સંઘવી સિવાય ગુજરાત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, નવસારીથી સાંસદ અને હાલ ગુજરાતના રાજકારણમાં ટોચનું સ્થાન ધરાવતા સી.આર.પાટીલનું પણ સુરત હોમટાઉન છે. સુરતમાં અવિરત વધી રહેલી હત્યાની ઘટનાઓ બાદ હવે લોકો પણ આક્રોશમાં જોવા મળી રહ્યા છે. ગ્રીષ્મા હત્યાકાંડ બાદ અલગ અલગ વિસ્તારોમાં ગૃહ રાજ્યમંત્રીનો વિરોધ કરતા બેનર લાગ્યા છે. સુરતના વરાછા, યોગીચોક, સરથાણા સહિતના વિસ્તારોમાં આ પોસ્ટર લાગ્યા છે. જેમાં હર્ષ સંઘવીની તસવીર પર લાલ રંગની ચોકડી મારવામાં આવી છે.

પોસ્ટરમાં શું શું લખવામાં આવ્યું છે?

એક બેનરમાં લખવામાં આવ્યું છે કે ભાઉના રાજમાં સુરતમાં હત્યાનો સીલસીલો યથાવત, ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે. અન્ય એક બેનરમાં લખવામાં આવ્યું છે કે, રાજ્યના ગૃહમંત્રીના હોમ ટાઉન ક્રાઈમ સિટી ઓફ સુરતમાં આપનું સ્વાગત છે. ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે. અન્ય એક બેનરમાં લખવામાં આવ્યું છે કે, ભાવના રાજમાં પોતાના શહેરમાં કાયદોને વ્યવસ્થા ભાંગીને ભુક્કો ગૃહમંત્રી રાજીનામું આપે. અન્ય એક બેનરમાં લખાયું છે કે, ભાઉના રાજમાં સત્તાના નશામાં મદ ગૃહમંત્રી રાજીનામું આપે.  અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ પોસ્ટર રાતના સમયે લગાવવામાં આવ્યા છે. કોણે લગાવ્યા? તેની માહિતી હજુ સુધી સામે નથી આવી.

નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પણ એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ‘સુરત સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રીનું હોમ ટાઉન હોવા છતાં પણ ત્યાં ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે એટલા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ. ગ્રીષ્મા હત્યા કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી પણ માગણી લોકો દ્વારા કરવામાં આવી રહી છે.’

ગોપાલ ઈટાલિયાએ સોશિયલ મીડિયા પર લીધા હતા આડેહાથ

ગુજરાતમાં ભાજપના રાજમાં હત્યારાઓ, ગુંડાઓ અને બુટલેગરો બેફામ બન્યા છે. સીધા-સાદા માણસો સિવાય કોઈને પણ પોલીસ, કાયદો કે અદાલતની બીક રહી નથી. નવીનવાઈના ગૃહમંત્રી બનેલા હ(ર્ષ)ત્યારા સંઘવી હીરોગીરી કરવામાંથી નવરા નથી પડતાં. હ(ર્ષ)ત્યારા સંઘવી હિરોગીરી કરવામાં વ્યસ્ત, ગુંડાઓ ગુંડાગીરીમાં અલમસ્ત.

રોજ હત્યા, બળાત્કાર, લુંટ, અપહરણ, ચોરી, વ્યાજખોરી વગેરે વગેરે સમાચારોથી લથબથ થયેલું લાલચોળ છાપું આવે છે કારણ કે. જનતા બિચારી આ મોંઘવારીમાં પોતાનું અને પરિવારનું ભરભોષણ કરવામાં, ઘરના ચાર છેડા ભેગા કરવામાં વ્યસ્ત છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પેજ પ્રમુખનું મજબુત સંગઠન બનાવી ૧૮૨ સીટનો ટાર્ગેટ સિદ્ધ કરવામાં વ્યસ્ત છે.  કહેવાતા રોબોટ મુખ્યમંત્રી ભાજપના પ્રદેશ પ્રમુખના આદેશ પ્રમાણે હાજી…હાજી…કરવામાં વ્યસ્ત છે.

નવીનવાઈના ગૃહમંત્રી હ(ર્ષ)ત્યાર સંઘવી પોલીસનો દુરઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓ અને હોદ્દેદારોને ધમકાવામાં, ખોટા કેસો કરાવામાં, વિરોધ પક્ષના લોકોને યેનકેન પ્રકારે દબાણ ઉભું કરવામાં અને તેને ભાજપમાં જોડવામાં તેમજ મીડિયામાં હિરોગીરી કરવામાં વ્યસ્ત છે.

નવી વહુ જેવા મંત્રીઓ આવતી ટર્મમાં કદાચ મંત્રી ન બને એટલે હવે એક જ વર્ષ બાકી રહ્યુ છે તો થાય એટલું ઘરભેગું કરી લઈએ એવું માનીને ઘરભેગુ કરવામાં વ્યસ્ત છે. ભાજપના ધારાસભ્યો ‘નો રિપીટ થિયરી’થી ટીકીટ કપાઈ જશે એવા ડરે પ્રદેશ પ્રમુખને વહાલા બની જવા પોતાના વિસ્તારમાંથી ફડં ભેગુ કરી પ્રદેશ પ્રમુખના ચરણોમાં ધરવામાં વ્યસ્ત છે.

કેટલાક ભ્રષ્ટ ઉચ્ચ પોલીસ અધિકારી પોતાના વિસ્તારમાં આવતી અરજીઓમાં તોડબાજી કરવામાં અને ટકાવારી માંગવામાં વ્યસ્ત છે. સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ પોતાના વિસ્તારમાં ચાલતા બે નંબરોના કામોમાં હપ્તા ઉઘરાવવામાં, ભાજપના કોઈ નેતા, ધારાસભ્ય કે કોર્પોરેટરનો શું આદેશ છે તે માનવામા અને સોશિયલ મીડિયામાં ભાજપના નેતાઓ વિરુદ્ધ કોણ શું લખે છે કે શું બોલે છે એવા ધણા બધા ફાલતુ કામોમાં વ્યસ્ત છે. ભાજપના પ્રવક્તાઓ ટીવી ડિબેટમાં રાડારાડી અને માથાકૂટ કરવામાં વ્યસ્ત છે. ટૂંકમાં બધા પોત-પોતાની રીતે વ્યસ્ત છે એટલે જ ભાજપના રાજમાં ગુંડાઓ, મવાલીઓ, લુખ્ખાઓ, ટપોરીઓ, બે-નંબરીયાઓ, તોડબાજો, વ્યાજખોરો, ભ્રષ્ટાચારીઓ, ભેળસેળીયાઓ, ખંડણીખોરો, પેપરફોડુંઓ, બળાત્કારીઓ અને માફીયાઓ ભાજપના ભ્રષ્ટ નેતાઓની મદદથી ગુનાખોરી આચરવામાં મસ્ત છે. હીરોગીરી કરનાર ગૃહમંત્રી હ(ર્ષ)ત્યારા સંઘવી રાજીનામું આપે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments