Homeગુર્જર નગરીરાજકોટના કલેક્ટર બન્યા પ્રભવ જોશી, જાણો પહેલા ક્યાં હતા

રાજકોટના કલેક્ટર બન્યા પ્રભવ જોશી, જાણો પહેલા ક્યાં હતા

રાજ્યના 109 IASની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે. લાંબા સમયથી IAS અધિકારીઓની બદલીની ચર્ચા ચાલતી હતી. મહત્વના વિભાગના અધિકારીઓ બદલાયા છે. જેમાં મુકેશ પુરીની ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે બદલી કરવામાં આવી છે. ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરાયો છે. 109 જેટલા IAS અધિકારીઓની બદલી કરાઈ છે. મુકેશ પુરી, એ કે રાકેશ, કમલ દયાની ,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મિના સહિતના અધિકારીઓની બદલી કરાઈ છે.

રાજકોટના કલેકટર તરીકે પ્રભવ જોશીને મૂકવામાં આવ્યા છે. રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુની યુજીવીસીએલના એમડી તરીકે બદલી કરવામાં આવી છે. ત્યારે તેમની જગ્યાએ રાજકોટના નવા કલેક્ટર તરીકે પ્રભવ જોશીને મૂકવામાં આવ્યા છે. પ્રભવ જોશી આ પહેલા યુજીવીસીએલના એમડી તરીકે ફરજ બજાવતા હતા. હવે તેઓ રાજકોટના કલેક્ટર તરીકે ફરજ બજાવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments