Team Chabuk-National Desk: આજે 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે. નવું નાણાકીય વર્ષ જનતા માટે કેટલીક ખુશખબર તો કેટલીક મુસિબતથી ભરેલા સમાચાર લઈને આવ્યું છે. આજથી દૂધના ભાવમાં વધારો થયો છે તો ગેસ સિલિન્ડરના ભાવમાં જનતાને રાહતના સમાચાર મળ્યા છે.
આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 91.50 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે. આજથી જ આ નવા ભાવ લાગુ થઈ ગયા છે. મહત્વનું છે કે, કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ગયા મહિને 350 રૂપિયાનો વધારો કરાયો હતો. હવે આ મહિને ઘટાડો કરાયો છે. ઈન્ડિયન ઓઈલ વેબસાઈટ મુજબ આજે એક એપ્રિલથી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 91.50 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં 2028 રૂપિયા, કોલકાતામાં 2132 રૂપિયા, મુંબઈમાં 1980 રૂપિયા અને ચેન્નાઈમાં 2192.50 રૂપિયા ભાવ થયો છે.

દૂધના ભાવમાં વધારો
આજથી એટલે કે 1 એપ્રિલથી દૂધના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. અમૂલે છ મહિનાના ટુંકા ગાળામાં બીજી વખત ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. અમૂલનો નવો ભાવ વધારો આજથી લાગુ પડશે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે એકથી ત્રણ રૂપિયા સુધીનો વધારો કર્યો છે. આજથી અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને મહીસાગરમાં ભાવ વધારો લાગુ કરાયો છે.
દૂધના નવા ભાવ
- અમૂલ બાફેલો 33 રૂપિયા
- અમૂલ ગોલ્ડ 32 રૂપિયા
- અમૂલ શક્તિ 29 રૂપિયા
- અમૂલ સ્લિમ ટ્રિમ 23 રૂપિયા
- અમૂલ ટી સ્પેશિયલ 30 રૂપિયા
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત