Homeગુર્જર નગરીપ્રમુખ સ્વામી મહારાજની 101 મી જન્મજયંતિ: સમગ્ર વિશ્વમાં શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી

પ્રમુખ સ્વામી મહારાજની 101 મી જન્મજયંતિ: સમગ્ર વિશ્વમાં શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી

Team Chabuk-Gujarat Desk: પ્રમુખ સ્વામી મહારાજની આજે 101 મી જન્મજયંતિ છે, પ્રમુખ સ્વામી મહારાજના જન્મજયંતિને લઇને હરીભક્તોમાં ખુબ ઉત્સાહ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજના જન્મજયંતિ નિમિતે શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રમુખ સ્વામી મહારાજના જન્મજયંતિમાં વિશ્વના ઘણા ભાગોમાં તેમના ભક્તો અને અનુયાયીઓ દ્વારા ચાલી રહી છે. એક મહિનો – ચાલનારા આ શતાબ્દી મહોત્સવ 15 ડિસેમ્બર, 2022 થી 15 જાન્યુઆરી 2023 સુધી ગુજરાતના અમદાવાદમાં યોજાશે. આમાં, બોચાસન નિવાસી અક્ષર પુરૂષોતમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) ના લાખો અનુયાયીઓ જુદા જુદા દેશોના શહેરમાં આવશે.

14 ડિસેમ્બરે પીએમ મોદી અમદાવાદ આવશે અને પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું તેમના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે. 14 ડિસેમ્બરે સાંજે પાંચ કલાકે મહોત્સવનું પીએમ મોદી ઉદ્દઘાટન કરશે. BAPSના વડા મહંત સ્વામીની ઉપસ્થિતિમાં આ મહોત્સવનો પ્રારંભ થશે. અમદાવાદના ઓગણજમાં 15મી ડિસેમ્બરથી મહોત્સવનો પ્રારંભ થશે. 30 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં દેશ-વિદેશના લાખો લોકો હાજરી આપશે.

આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી છે. એક મહિના સુધી મહોત્સવનું સ્થળ ‘પ્રમુખસ્વામી મહારાજનગર’ અનેકવિધ કાર્યક્રમોથી ગુંજતું રહેશે. પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોજ મધ્યાહને અલગ-અલગ મહિલા કાર્યક્રમો, સવારે વિવિધ વિષયક એકેડેમિક કોન્ફરન્સ તથા એસોસિએશનોની કોન્ફરન્સ જેવા વિવિધ કાર્યક્રમોની ભરમાર રહેશે.

કાર્યક્રમોની વિગતવાર રૂપ-રેખા

14 ડિસેમ્બરે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે

15 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન ઉદ્ઘાટન થશે

16 ડિસેમ્બરે સંસ્કૃતિ દિન, 17 ડિસેમ્બરે પરાભક્તિ દિન

18 ડિસેમ્બરે મંદિર ગૌરવ દિન

19 ડિસેમ્બરે ગુરુભક્તિ દિન

20 ડિસેમ્બરે સંવાદિતા દિન

21 ડિસેમ્બરે સમરસતા દિન

22 ડિસેમ્બરે આદિવાસી ગૌરવ દિન

23 ડિસેમ્બર અધ્યાત્મ અને આરોગ્ય દિન

24 ડિસેમ્બરે વ્યસન મુક્તિ જીવન પરિવર્તન દિન

25 ડિસેમ્બરે રાષ્ટ્રીય સંમેલન

26 ડિસેમ્બર સ્વામિનારાયણીય સંત સાહિત્ય લોકસાહિત્ય દિન

27 ડિસેમ્બરે વિચરણ સ્મૃતિદિન

28 ડિસેમ્બરે સેવા દિન

29 ડિસેમ્બરે પારિવારિક એકતા દિન

30 ડિસેમ્બરે સંસ્કાર અને શિક્ષણ દિન

31 ડિસેમ્બરે દર્શન શાસ્ત્ર દિન

1 જાન્યુઆરીએ બાળ યુવા કીર્તન આરાધના

2 જાન્યુઆરીએ બાળ સંસ્કાર દિન

3 જાન્યુઆરીએ યુવા સંસ્કાર દિન

4 જાન્યુઆરીએ ગુજરાત ગૌરવ દિન

5 જાન્યુઆરીએ મહિલા દિન-1

6 જાન્યુઆરીએ બીએપીએસ અખાતી દેશ દિન

7 જાન્યુઆરીએ બીએપીએસ નોર્થ અમેરિકા દિન

8 જાન્યુઆરીએ બીએપીએસ યુકે-યુરોપ દિન

9 જાન્યુઆરીએ બીએપીએસ આફ્રિકા દિન

10 જાન્યુઆરીએ મહિલા દિન-

11 જાન્યુઆરીએ બીએપીએસ એશિયા પેસિફિક દિન

12 જાન્યુઆરીએ અક્ષરધામ દિન

13 જાન્યુઆરી સંત કીર્તન આરાધના

15 જાન્યુઆરીએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાશે

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments