Team Chabuk-Political Desk: ગુજરાતમાં આવતીકાલે વિધાનસભા ચૂંટણીના પરિણામ પર સૌની નજર મંડાયેલી છે. તે પહેલા આજે આમ આદમી પાર્ટી માટે ખુશીના સમાચાર આવ્યા છે. દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી એટલે કે MCD ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત થઈ છે. દિલ્હીમાં ફરી એક વખત અરવિંદ કેજરીવાલનો જાદુ ચાલ્યો છે. આમ આદમી પાર્ટી MCDમાં 15 વર્ષથી ચાલતું ભાજપનું શાસન ધ્વસ્ત કરવામાં સફળ રહી છે. પૂર્ણ બહુમતી સાથે આમ આદમી પાર્ટી વિજેતા થઈ છે. હાલ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી (MCD)ની ચૂંટણી બાદ આજ રોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. કુલ 250 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 134 બેઠકો પર જીત મેળવી છે જ્યારે ભાજપને ભાગમાં 104 બેઠક આવી છે. તો કોંગ્રેસ માત્ર 9 બેઠક જ જીતી શકી છે. અને 3 બેઠક પર અપક્ષ ઉમેદવારો જીત્યા છે. આમ આમ આદમી પાર્ટીએ 134 બેઠકો જીતીને MCDમાં શાસન પાક્કું કરી લીધું છે. જ્યારે ભાજપના 15 વર્ષના શાસનનો અંત આવ્યો છે. આમ આદમી પાર્ટીએ વિશ્વની બીજા નંબરની સૌથી મોટી મહાનગરપાલિકામાં જીત મેળવી લેતાં હવે રાજ્ય સરકાર અને MCD બન્ને આમ આદમી પાર્ટી પાસે આવી ગયા છે. આમ દિલ્હીમાં હવે ખરેખર ડબલ એન્જિન સરકાર બની છે.
CM @ArvindKejriwal's Victory Speech from AAP HQ after winning Delhi MCD Elections | LIVE #MCDMeinBhiKejriwal https://t.co/arCjwwgjYv
— Aam Aadmi Party Delhi (@AAPDelhi) December 7, 2022
મહત્વનું છે કે, દેશની રાજધાની દિલ્હીનો 97 ટકા વિસ્તાર MCDની અંદર આવે છે. જ્યારે બાકીનો ત્રણ ટકા વિસ્તાર નવી દિલ્હી નગર પરિષદ (NDMC) અને દિલ્હી કન્ટેન્મેન્ટ બોર્ડ (DCB)ની અંદર આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી (MCD)માં લગભગ 2 કરોડ લોકોનો સમાવેશ થાય છે. જે વિશ્વની ટોક્યો બાદ બીજી સૌથી મોટી જનસંખ્યા ધરાવતી કોર્પોરેશન છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ