Team Chabuk-Gujarat Desk: કેંદ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં નવી ટ્રાફિક પોલિસી લાવવા જઈ રહી છે. જેમાં કેંદ્ર સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગની એપ દ્વારા એક દેશ એક ચલણ સિસ્ટમ લાગુ કરવા તરફ સરકાર આગળ વધી રહી છે. આગામી માર્ચ મહિના સુધીમાં ગુજરાતમાં આ નિયમો લાગુ થઈ શકે છે. વિગતો મુજબ ગુજરાતમાં પહેલા તબક્કામાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા મહાનગરમાં પ્રોજેકટ શરુ કરાશે.

એક દેશ એક ચલણ સિસ્ટમ લાગુ થયા બાદ તમામ રાજ્યોમાં એક સરખા નિયમો લાગુ થશે. જોકે હાલમાં ગુજરાતમાં તેની પ્રક્રિયા ચાલુ છે. જેમાં સૌથી પહેલા સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટમાં નિયમ લાગુ થશે પછી ધીમે ધીમે અન્ય જિલ્લાઓમાં નિયમો લાગુ થશે. આ સાથે જેટલા પણ CCTVથી ચલણ બનશે તે તમામ મોબાઈલ નંબર અને એડ્રેસ પર જતું રહેશે. 90 દિવસ સુધી ચલણ ભરવાનો સમય આપવામાં આવશે તો 90 દિવસ બાદ આપો આપ કેસ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે.
એક દેશ એક ચલણ સિસ્ટમ લાગુ કરવા તરફ કેંદ્ર સરકાર કામ કરી રહ્યું છે. કેંદ્ર સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ આ યોજના લાગુ કરી શકે છે. પ્રાથમિક માહિતી મુજબ આ યોજના લાગુ થયા બાદ સીસીટીવી કેમેરા દ્રારા જ સીધો ટ્રાફિક નિયમના ભંગ બદલ ચલણ ઘરે આવશે સાથે મોબાઇલ નંબર પર એસએમએસથી જાણ કરાશે. ચલણ જનરેટ થયા બાદ 90 દિવસ સુધી જો દંડ નહી ભરે તો કેસ વર્ચ્યુઅલ કોર્ટમાં જશે. જ્યા કાયદાકીય પ્રક્રિયામાં પસાર થવુ પડશે.
કેંદ્ર સરકારની આ યોજના જ્યારે અમલમાં આવશે એમાં તરત ગુજરાતમાં સૌપ્રથમ પહેલા તબક્કામાં મહાનગરોમાં પ્રોજેકટ શરુ કરાશે. જે બાદમાં તમામ જિલ્લાઓમાં પણ આ સિસ્ટમ લહુ થઈ જશે. એક વાત એવી પણ છે કે, સંભવિત રીતે આ એક દેશ એક ચલણ સિસ્ટમ આગામી માર્ચ મહિના સુધીમાં ગુજરાતમાં લાગુ થઈ શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
