Team Chabuk-Sports Desk: ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી T-20 શ્રેણીની અંતિમ મેચ આજે સાંજે રાજકોટ સ્થિત ખંઢેરી સ્ટેડિયમમાં રમનાર છે. પ્રથમ T-20 મેચમાં ભારતે જીત મેળવી હતી જ્યારે બીજી T-20 મેચમાં શ્રીલંકાએ ભારતને હરાવ્યું હતું. આમ ત્રણ T-20 મેચની શ્રેણી હાલ 1-1ની સ્થિતિ પર છે. એટલે કે આજે રાજકોટમાં રમાનાર T-20 મેચમાં જે ટીમ જીતશે તે શ્રેણી પર કબજો કરશે. આમ કહી શકાય કે આજની T-20 મેચ ફાઈનલ હશે.
આજે ભારત અને શ્રીલંકા વચ્ચે રાજકોટમાં નિર્ણાયક T-20નો રોમાંચ જામશે. રાજકોટમાં સાજે 7 વાગ્યાથી ત્રીજી T-20 મેચનો પ્રારંભ થશે. ભારતે પ્રથમ T-20 છેલ્લા બોલે જીત મેળવ્યા બાદ આત્મવિશ્વાસ વધ્યો હતો. પરંતુ પુણેમાં બીજી મેચમાં 200 થી વધુના ટારગેટને ચેઝ કરવામાં ભારતે લડત આપી હોવા છતાં પરાજય થયો હતો. તેથી આજે બન્ને ટીમ જીત માટે એડીચોટીનું જોર લગાવશે.
બીજી T-20 મેચમાં ભારતની હાર બાદ ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું કે, યુવા ખેલાડીઓની કારકિર્દીમાં આવી મેચો આવે અને અમારે તેમની સાથે સંયમથી વર્તવું પડે છે, જો કે એ પણ સમજવું પડશે કે અને આ પ્રકારનું પ્રદર્શન ના થવું જોઈએ. તેઓ શીખી રહ્યા છે. આ કપરું છે. આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં શીખવું સરળ નથી માટે જ અમારે સંયમ જાળવવો પડશે.

ભારતીય ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકી), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, દિપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ, વોશિંગ્નટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ , અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ.
શ્રીલંકા ટીમ
શનાકા (કેપ્ટન), નિસંકા, આવિષ્કા, સમરવિક્રમ, કુસાલ મેન્ડિસ, ભાનુકા, અસાલન્કા, ધનંજય, હસરંગા, બંદારા, થીકશાના, કરુણારત્ને, મધુશન્કા, કાસુન, વેલાલાગે, તુષારા
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
