Team Chabuk-Gujarat Desk: સોમનાથ મહાદેવના દર્શને કોઈ ભક્તો પગપાળા, તો કોઈ દંડવત કરીને આવતા હોય છે પરંતુ આજે એક તરવૈયો 30 કિલોમીટર તરીને દાદાના દર્શને આવ્યો. સ્વિમિંગમાં અનેક રેકોર્ટ પોતાના નામે કરનાર મુંબઈના મેરેથોન સ્વીમર પ્રભાત રાજુ કોળીએ 30 કિલોમીટર દરિયાઈ માર્ગનું અંતર કાપીને સોમનાથ પહોંચ્યો હતો. પ્રભાત રાજુ કોળી ગીર સોમનાથના ધામળેજ બંદરથી સોમનાથ સુધીની સફર શરૂ કરી હતી. જેમાં તેણે 5 કલાકમાં 30 કિલોમીટરનું અંતર કાપીને રેકોર્ડ બનાવ્યો હતો. પ્રભાત રાજુ કોળી સોમનાથ ચોપાટીએ પહોંચી સોમનાથ મહાદેવને શીશ નમાવ્યું હતું અને દર્શન કરી આશીર્વાદ લીધા હતા.
સોમનાથ આવી પહોંચેલા પ્રભાત રાજુ કોળીનું સાંસદ રાજેશ ચુડાસમાં સહિત ભિડીયા કોળી સમાજ અને વેરાવળ ખારવા સમાજના અગ્રણીઓએ તેનું હાર તોરા કરીને સ્વાગત કર્યું હતું અને તેને બિરદાવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લા સુત્રાપાડાના ધામળેજ બંદરેથી પ્રભાત કોળીએ વ્હેલી સવારે 5 વાગ્યે દરીયામાં કુદીને દરીયાઇ મોજા સાથે બાથ ભિડીને સ્વીમીંગ કરતા કરતા 30 કીમીનું અંતર કાપી સોમનાથ ચોપાટીએ પહોચ્યો હતો. તેની સાથે અન્ય એક યુવાન નિહાર પાટીલે 21 કીમીનું અંતર કાપી સોમનાથ પહોચ્યો હતો.
પિતાનું સપનું પૂર્ણ કર્યું
પ્રભાત રાજુ કોળીના પિતાનું એક સ્વપ્ન હતું કે તે સ્વિમિંગ કરીને સોમનાથ દાદાના દર્શન કરે. ત્યારે પ્રભાતે 30 કિલોમીટર દરિયાઈ અંતર કાપીને સોમનાથ દાદાના દર્શન કરીને તેના પિતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. અત્યાર સુધીમાં સ્વીમર પ્રભાત રાજુને વર્લ્ડ ઓપન વોટર સ્વિમિંગ એસોસિએશન કેલિફોર્નિયા, યુ.એસ.એ. દ્વારા સન્માનિત કરવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં 6 મોટી ઇવેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. જેમાંથી 3 વિશ્વ રેકોર્ડ પણ તેણે પોતાના નામે અંકિત કર્યા છે. ભારતભરમાંથી પ્રભાત રાજુ કોળી એક માત્ર એવો તરવૈયો છે કે જેણે ઓપન વોટર સ્વિમિંગનો કેપ લોંગ ડિસ્ટન્સ સ્વિમિંગ એસોસિએશન સાઉથ આફ્રિકા દ્વારા સૂવર્ણપદક પ્રાપ્ત કરેલ છે.
એશિયા ખંડનો સૌથી નાની ઉંમરનો ટ્રીપલ તાજ મેળવનારો તરવૈયો છે. તેણે જર્સી આઇલેન્ડ અને ઓનાકાયા એયરલેન્ડથી મેઈનલેન્ડ સાંટા બાર્બરા સુધી તરવામાં સફળતા મેળવી છે. પ્રભાત રાજુ કોળી લિમ્કા બુક અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ પોતાનું નામ નોંધાવી ચુક્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
