Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરના પોશ વિસ્તાર ગણાતા નાના મૌવા વિસ્તારમાં આવેલી ગોવિંદ પાર્ક સોસાયટી પાસે સિટી બસનું સ્ટોપેજ આપવા રહીશો દ્વારા માગણી કરવામાં આવી છે. આ અંગે રાજકોટ રાજપથ લી.ના જનરલ મેનેજરને લેખિતરમાં રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં ગોવિંદ પાર્ક સોસાયટીના પ્રમુખ વિમલભાઈ જીવાણીએ સૌ રહીશો વતી જણાવ્યું છે કે, ગોવિંદ પાર્ક સોસાયટીની આસપાસમાં તિરુપતિ સોસાયટી, આલય પાર્ક, સિલ્વર ગોલ્ડ રેસિડેન્સી, સુપ્રસિદ્ધ જગન્નાથજી ભગવાનનું મંદિર આવેલું છે. આ બધી સોસાયટીઓમાં મોટા ફ્લેટ પણ આવેલા છે. તેમ છતાં આ વિસ્તારમાં સિટી બસ સેવા મળતી નથી. પહેલા ઘણી બધી સિટી બસ આ રૂટ પર ચાલતી હતી પરંતું અચાનક આ રૂટ પર બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ આગળના રૂટ પર બસ નંબર 25, 28 અને 42 ચાલે છે તો આ રોડ પર બસની સેવા કેમ નહીં તેવો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો છે. સિટી બસ સેવા મેળવવા માટે લોકોએ અને વડીલોએ ચાલીને એક કિલોમીટર આગળ જવું પડે છે.

તો તાત્કાલિક 25, 28 અને 42 નંબરના રૂટની સિટી બસ ગોવિંદ પાર્ક રૂટ પર ચાલે અને આ વિસ્તારમાં એકાદ સ્ટોપ આપવામાં આવે તેવી રહીશોએ માગ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત