Homeતાપણુંઅમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું...

અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર

Team Chabuk-Political Desk: રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા અમરેલી લેટરકાંડ મુદ્દે ભાજપના દિગ્ગજ નેતા અને દિગ્ગજ સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખતા આ મામલો ફરી ગરમાયો છે. દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેટર લખીને આ સમગ્ર મામલાની સત્યતા બહાર લાવવા પોતે નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર હોવાનું પણ કહ્યું છે. દિલીપ સંઘાણીએ નિવૃત જજની અધ્યક્ષતામાં તપાસની માંગ કરી છે. અમરેલી લેટરકાંડની તપાસ નિવૃત જજની અધ્યક્ષતામાં કરાવવા આ પત્રમાં માગ દિલીપ સંઘાણીએ કરી છે.

દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં લખ્યું છે કે, અમરેલીના તાજેતરના બનાવ અંગે ઈલેક્ટ્રોનિક્સ તથા પ્રિન્ટ મીડિયાના અહેવાલથી મને જાણ થઈ કે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કીશોરભાઈ કાનપરીયા દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરેલ તેમાં અમેરેલી પોલીસ દ્વારા અમેરલી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મનિષભાઈ વઘાસિયા, એક મહિલા સહિત કુલ 4 વ્યક્તિની ધરપકડ કરેલ હતી અને જ્યારે તેઓ પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે તેઓને માર મારી કિશોરભાઈ કાનપરીયાના કહેવાતા આ પત્ર લખાવવા માટે મારું તથા અન્ય ભાજપા આગેવાનના નામ આપવા દબાણ કરેલ તેવી હકીકત મનિષભાઈ વઘાસિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવેલ જે મેં મીડિયાના માધ્યમથી જોયેલ. જે અત્યંત ગંભીર બાબત કહી શકાય. અમેરીલ પોલીસે પોતાની જાતે, પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરેલ હોઈ શકે તેમ મારું માનવું છે. વધુમાં, કોઈ સામાન્ય વ્યક્તિના ઈશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય ન જ કરે. 

amreli dileep sanghani

આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી. આ બાબતે સત્યતા બહાર લાવવા મારે હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું, તેમજ ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલા અન્ય 2-4 વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ જેથી વાસ્તવિક હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે. 

સરકાર પોલીસની ગેરકાયદેસર રાત્ર મહિલાની ધરપકડ છાવરે છે તે હકીકત ખોટી છે. સરકાર સત્ય બહાર લાવવા તમામ પ્રકારની કાનૂની કાર્યવાહી કરાવી રહી છે તે હકીકતને લોકોને પ્રતીતિ કરાવવી જરુરી છે. જે ગંભીરતાને જોતા આ કેસની તપાસ હાઈકોર્ટના સીટિંગ અથવા નિવૃત જજ દ્વારા તપાસ કરવામાં આવે તેવી મારી માગણી છે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments