Homeગુર્જર નગરીપી.ટી. જાડેજાએ ક્ષત્રિય સંકલન સમિતિને ગદ્દાર ગણાવી, ટૂંક સમયમાં કરશે મોટો પર્દાફાશ

પી.ટી. જાડેજાએ ક્ષત્રિય સંકલન સમિતિને ગદ્દાર ગણાવી, ટૂંક સમયમાં કરશે મોટો પર્દાફાશ

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ક્ષત્રિય સમાજના નારી અસ્મિતા આંદોલન વચ્ચે પુરુષોત્તમ રૂપાલા અને ભાજપના વિરોધ સાથે મતદાન પૂર્ણ થયું છે. ત્યારે ક્ષત્રિય સમાજના આ આંદોલનને વેગવંતુ રાખનાર સંકલન સમિતિમાં હવે ડખ્ખા શરૂ થયા છે. સંકલન સમિતિ સામે પદ્મિનીબા વાળા બાદ વધુ એક આગેવાને સવાલો ઉભા કર્યા છે. આ વ્યક્તિ બીજુ કોઈ નહીં પરંતુ પી.ટી. જાડેજા (PT Jadeja) છે. પી.ટી. જાડેજાએ સંકલન સમિતિને ખુલ્લી પાડવાની વાત કરી છે.

ક્ષત્રિય સંકલન સમિતિના સભ્ય પી.ટી. જાડેજાએ અચાનક સંકલન સમિતિ સામે સવાલો ઉભા કરીને સમિતિમાંથી રાજીનામું ધરી દીધું છે. મહત્વનું છે કે, ક્ષત્રિય સમાજના અલગ અલગ ગ્રુપ અને સોશિયલ મીડિયામાં કેટલીક ઓડિયો ક્લિપ વાઈરલ થઈ રહી છે. જેમાં કથિત રીતે પી.ટી જાડેજા સંકલન સમિતિને ગદ્દાર ગણાવી રહ્યા છે. સભ્યો પર ગંભીર આરોપ કરી રહ્યા છે. વાઈરલ થયેલી ઓડિયો ક્લિપમાં પી.ટી જાડેજા કથિત રીતે ક્ષત્રિય સંકલન સમિતિને ગદ્દાર ગણાવી રહ્યા છે અને સમિતિના સભ્યોએ કરેલા ખોટા ધંધાના પુરાવા તેમની પાસે હોવાનો દાવો કર્યો છે.

PT Jadeja

તેઓ કહે છે કે, મારે કોર કમિટી કે સંકલન સમિતિની કોઈ જરૂર નથી. હું સંકલન સમિતિને ખુલ્લી પાડીશ. હું ટૂંક સમયમાં મોટો પર્દાફાશ કરીશ. હું 11 વર્ષથી કહેતો આવું છું સંકલન સમિતિએ શું કર્યું છે. સાથે જ પી.ટી. જાડેજાએ પાંચ લોકો સામે પ્રુફ હોવાની પણ વાત કરી છે. સાથે જ કહ્યું છે કે, સમાજને નથી ખબર કે તમે શું શું કર્યું છે? સંકલન સમિતિએ શેકેલો પાપડ પણ નથી ભાંગ્યો નથી. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments