Homeગુર્જર નગરીઊનાઃ પિતા વગરની દિવ્યાંગ દીકરીએ 12મા ધો.માં 84 ટકા મેળવ્યા, કહ્યું, "બેંક...

ઊનાઃ પિતા વગરની દિવ્યાંગ દીકરીએ 12મા ધો.માં 84 ટકા મેળવ્યા, કહ્યું, “બેંક મેનેજર બની માતાનું નામ રોશન કરવું છે”

Team Chabuk-Gujarat Desk: તાજેતરમાં જ ધો.12નું પરિણામ જાહેર થયું. જેમાં ગીર સોમનાથના ઊના તાલુકાના નવાબંદર ગામમાં રહેતી રહેતી દિવ્યાંગ દીકરીએ 84 ટકા મેળવી સાબિત કરી દીધું છે કે, સિદ્ધી તેને જઈ વરે જે પરસેવે ન્હાય.

ઉના તાલુકાના નવાબંદર ગામે રહેતા વાજા કલ્પના કરસનભાઈ નામની દિવ્યાંગ વિદ્યાર્થિનીના પરિવારમાં માતા ભાઈ અને પોતે કલ્પના મળી કુલ ત્રણ વ્યક્તિઓ જ રહે છે. કલ્પના વાજા નાની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. ત્યારે સંયુક્ત ઘરની જવાબદારી માતા પર આવી જતા તેમના માતા વેરાવળ ખાતે માછીમારીની કંપનીમાં માસિક 8 હજાર જેટલી નાની રકમ કમાઈ છે અને દીકરા દીકરીને ભણાવે છે.

નાની દીકરી દિવ્યાંગ કલ્પના વાજાનો ભાઈ પણ 50% દિવ્યાંગ છે. તે પણ અભ્યાસ કરે છે. કલ્પનાને બાળપણ વીત્યા બાદ આંખોની રોશની જતી રહી. ફરી ભણવા માટે તેના ભાઈએ તેને ખૂબ મદદ કરી. ભાવનગરની શ્રીકૃષ્ણસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં અભ્યાસ માટે મોકલી. અભ્યાસમાં ખૂબ હોશિયાર હોવાના લીધે અનેક વિવિધ સ્પર્ધાઓમાં ઉતીર્ણ થઈ. આમ, કલ્પનાએ પોતાની બંને આંખોની રોશની ન હોવાનો અફસોસ ન કર્યો અને જીવનમાં આગળ વધવાનો દ્રઢ સંકલ્પ કર્યો.

આખરે 12મા ધોરણનું પરિણામા આવ્યુ જેમાં કલ્પના નામનો તારો ચમક્યો. રાજ્યની દિવ્યાંગ શાળાઓમાંથી કુલ 15 જેટલા દિવ્યાંગ બાળકોએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી જેમાં ઉનાના નવાબંદર ગામે રહેતા કલ્પના વાજા નામની દિવ્યાંગ વિદ્યાર્થિનીએ બારમા ધોરણમાં 84% જેટલું રિઝલ્ટ મેળવી દેવ્યાંગ વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબર મેળવ્યો. પ્રથમ ક્રમાંક લાવી તેણે પરિવાર અને ગામનું નામ રોશન કર્યું છે.

આ સિવાય કલ્પના વાજાએ હેલન કેલન એવોર્ડ પણ મેળવ્યો છે. હવે કલ્પનાની ઈચ્છા છે કે તે, અભ્યાસ કરી બેંક મેનેજર બની માતાનું અને ગામનુ નામ રોશન કરે. જ્યારે તેમના ભાઈને પણ જામનગરમાં અભ્યાસ કરીને બેંકમાં નોકરી મેળવવાની ઈચ્છા છે.

Una Navabandar

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments