Homeગુર્જર નગરીસુરતના પુણામાં મફતમાં વસ્તુઓ લઈ મોજ કરતા ‘નકલી પોલીસ સાહેબ’ જબ્બે થઈ...

સુરતના પુણામાં મફતમાં વસ્તુઓ લઈ મોજ કરતા ‘નકલી પોલીસ સાહેબ’ જબ્બે થઈ ગયા

Team Chabuk-Gujarat Desk: પોલીસની ભરતી આવી ગઈ છે. ગ્રાઊન્ડ પાસ કરવા ઉમેદવારો દિવસ રાત તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે ગ્રાઊન્ડ પાસ કર્યા વિના જ પોલીસ ઓફિસર બની ગયેલા ખાખીધારી, ઓરિજનલ પોલીસના હાથમાં આવી ગયા છે. સુરતની પુણા પોલીસે શુક્રવારના રોજ આ નકલી પોલીસ ઓફિસરની ધરપકડ કરી હતી. જે ખાખી પહેરી લોકો પર પોતાનો રૂઆબ બતાવતો હતો.

advertisement-1

આ નકલી ખાખીનો ભાંડો કેવી રીતે ફૂટ્યો એ જાણી લો. સુરતના પુણામાં આવેલ પુણા-કેનાલ રોડ પર ડુંભાલ વિસ્તારમાં રહેતા રોહિત કુમાર મેદાનમાં ફર્નિચરનો વેપાર કરે છે. ત્રણેક મહિના પહેલા તેમને ત્યાં એક પોલીસ ઓફિસર આવ્યો હતો. તેણે પોતાનું નામ કુલદીપ આહીર જણાવ્યું હતું અને પીએસઆઈના રાઈટર હોવાનું કહી અનુમતિના કાગળ માગ્યા હતા. આરોપી પોલીસ સ્ટેશનમાં બે સોફાની જરૂર હોય, બે સોફા ઉઠાવી ગયો હતો અને જો ન આપે તો જેલ ભેગા કરવાની ધમકી આપતો હતો.

advertisement-1

એટલું જ નહીં. નકલી ખાખીનો રૂઆબ જમાવતો આવતો અને બાજુમાં રહેલી ઈંડાની લારીવાળા પાસેથી મફતમાં ઈંડા ખાઈ જતો હતો. તેણે થોડા દિવસ પૂર્વે મેહુલ નામના યુવક પાસેથી એમ કહી આઠ હજાર રૂપિયા લીધા હતા કે પોલીસ સ્ટેશનમાંથી તારું બાઈક છોડાવી આપીશ. નકલી વર્દીધારીથી પરેશાન લોકોએ સાગમટે ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. રોહિત કુમારે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે કુલદીપ સેલારભાઈ બારડની ધરપકડ કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments