Homeગુર્જર નગરીવલસાડઃ ટ્રેનમાં યુવતીની આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો, યુવતી પર આચરાયું હતું સામૂહિક...

વલસાડઃ ટ્રેનમાં યુવતીની આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો, યુવતી પર આચરાયું હતું સામૂહિક દુષ્કર્મ

Team Chabuk-Gujarat Desk: વલસાડ રેલવે સ્ટેશન પર થોડા દિવસ પહેલાં ટ્રેનમાંથી યુવતીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ટ્રેનમાં યુવતીની આત્મહત્યાના આ કેસમાં મોટો ખુલાસો થયો છે. આત્મહત્યાના બે દિવસ પહેલાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. યુવતી પાસેથી મળેલી ડાયરીમાં આ અંગેનો ખુલાસો થયો છે. યુવતીએ ડાયરીમાં સામૂહિક દુષ્કર્મ આચરાયું હોવાનો ઉલ્લેખ કર્યો છે.

સમગ્ર ઘટનાની વિગતો વાત કરીએ તો, 19 વર્ષીય યુવતી વડોદરાની કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. અને સાથે એક સામાજિક સંસ્થામાં ફરજ બજાવતી હતી. દિવાળીના દિવસે તેણે તેની માતાને જણાવ્યું હતું કે, સંસ્થાના કામ અર્થે મરોલી ખાતે જવાનું છે અને એક દિવસ ત્યાં રોકાયા બાદ પરત આવી જવાનું કહ્યું હતું. આ બાદ બીજા દિવસે યુવતીનો મૃતદેહ ગુજરાત ક્વીન ટ્રેનના ડી- 12 નંબરના કોચમાંથી મળ્યો હતો. ટ્રેન જ્યારે વલસાડ રેલવે સ્ટેશન પહોંચી ત્યારે અંદર તપાસ કરતાં દુપટ્ટાથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળ્યો હતો. ટ્રેનમાં સામાન મૂકવાની જગ્યાએ યુવતીએ દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈ લીધો હતો અને આત્મહત્યા કરી લીધી હતી.

ગુજરાત ક્વીન ગાડી મોડી રાત્રે 12.30 વાગ્યાના સુમારે આવી હોવાથી ટ્રેન રાત્રે વલસાડ રેલવે સ્ટેશન પર ખાલી થઈ ગઈ હતી. ત્યાર બાદ ટ્રેનમાં સફાઈ કરવા માટે સફાઈ કામદારો ગયા ત્યારે તેમણે ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવતીનો મૃતદેહ જોયો હતો. સફાઈ કામદારો દ્વારા તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરાઈ હતી.

આત્મહત્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે પોલીસ તપાસમાં યુવતીની ડાયરી મળી આવી છે. જેમાં તેણે પાના ભરીને પોતાની સાથે થયેલા દુષ્કર્મની આપવીતી લખી છે. તેણે ડાયરીમાં લખ્યુ કે, એક NGOમાં કામ કરતી યુવતીએ વલસાડ હતી અને ઓફિસથી કામ પૂરું કર્યા બાદ ઘરે પર ફરતી હતી ત્યારે યુવતીને રીક્ષાચાલક 2 યુવકો અપહરણ કરીને વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટયૂટ મેદાનમાં લઈ ગયા હતા. 

યુવતીની ડાયરી મળ્યા બાદ રેલવે પોલીસ અને ગોત્રી પોલીસ દોડતી થઈ હતી. પોલીસે વેક્સિન ઇન્સ્ટિટયૂટ મેદાન અને યુવતીની ઓફિસ પર જઈ તપાસ કરી. આ યુવતી અભ્યાસમાં ખૂબ હોશિયાર હતી અને તે પહેલા નંબરે પાસ પણ થઈ હતી. એટલું જ નહીં, તે જે સંસ્થા માટે કામ કરતી હતી, ત્યાં આત્મહત્યાની કોશિશ કરનાર લોકો અને વિદ્યાર્થીઓને ખોટા પગલાં ન ભરવા માટે જાગૃત કરવામાં આવતાં હતા. ત્યારે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને મેડિકલ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ યુવતી પર દુષ્કર્મ આચર્યું છે કે નહીં તે સત્ય સામે આવશે.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments