Homeગુર્જર નગરીદાહોદમાં રેલવેના કર્મચારીએ કરી આત્મહત્યા, પત્નીના ત્રાસથી કંટાળી પગલું ભર્યાનો માતાનો આરોપ

દાહોદમાં રેલવેના કર્મચારીએ કરી આત્મહત્યા, પત્નીના ત્રાસથી કંટાળી પગલું ભર્યાનો માતાનો આરોપ

Team Chabuk-Gujarat Desk: દાહોદમાં એક રેલવેના કર્મચારીએ આજે પોતાના ઘરે જ ગળે ફાંસો ખીને જીવન ટૂંકાવી લીધું છે. દાહોદ શહેરના છાપરી વિસ્તારમાં રહેતા રેલવેના કર્મચારીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતાં પરિવારમાં કલ્પાત જોવા મળી રહ્યો છે. મૃતકના માતાએ પોતાની પુત્રવધુ પર આરોપ લગાવ્યો છે. મૃતકની માતાએ કહ્યું છે કે, પત્નીના ત્રાસના કારણે જ તેમના પુત્રએ આત્મહત્યા કરી છે.

વિસ્તૃત વિગતે વાત કરીએ તો, દોહાદ શહેરને છાપરી વિસ્તારમાં રહેતા અને દાહોદના રેલવે કારખાનામાં ફરજ બજાવતા 35 વર્ષના દિપક ખાસાએ આજથી આશરે ત્રણેક વર્ષ પહેલાં વૈશાલી પંચાલ નામની યુવતી સાથે લવ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ દિપક અને પત્ની વૈશાલી અલગ રહેવા ચાલ્યા ગયા હતા. એક વર્ષ પહેલા બન્નેના ઘરે પુત્રનો જન્મ થયો હતો. પરંતુ લગ્ન જીવન દરમિયાન બન્ને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતાં હતા. મૃતક દિપકની પત્ની છેલ્લા 3-4 મહિનાથી પુત્રને લઈને પિતાના ઘરે રહેવા ચાલી ગઈ હતી.

આ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે પરિવારજનોએ દિપકના ફોન પર ફોન કરતાં ફોન રિસીવ થયો ન હતો. ત્યારબાદ પરિવારજનોએ સવારે ફોન કરતાં સવારે પણ દિપકે ફોન રિસીવ કર્યો ન હતો. તેથી દિપકના માતા અને ભાઈ દિપકના ઘરે પહોંચ્યા હતા. માતા અને ભાઈ ઘરે પહોંચીને જોતાં બન્નેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. દિપક ઘરમાં જ દોરી વડે ગળે ફાંસો ખાઈને લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. દિપકને આ સ્થિતિમાં જોતાં જ માતાએ હૈયાફાટ રુદન કર્યું હતું.

advertisement-1

આ અંગે મૃતક દિપકના માતાએ પોતાની પુત્રવધુ અને દિપકની પત્ની વૈશાલી પર આરોપ લગાવ્યો હતો. માતાનું કહેવું છે કે તે દિપકને અવારનવાર ધમકી આપતી હતી. પોલીસ ફરિયાદ કરવાની પણ ધમકીઓ આપતી હતી અને વારંવાર ઝઘડાઓ કરી દિપકને ત્રાસ આપતી હોવાથી દિપકે આત્મહત્યા કરી લીધી છે.

દિપકે આત્મહત્યા કરી હોવાની જાણ થતાં જ પત્ની વૈશાલી પોતાના પિતા સાથે ઘરે દોડી આવી હતી. જો કે વૈશાલી ઘરે આવતાં જ મામલો ગરમાયો હતો અને મૃતકના માતાએ વૈશાલીને ઘરમાં ઘુસવા દીધી ન હતી. બન્ને વચ્ચે રકઝકના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ બનાવની જાણ દાહોદ રૂરલ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચીને પંચનામું કર્યું હતું અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments