Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ઠંડી અને માવઠાને લઈ આગાહી કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના 10 જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે. જેમાં દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, અમદાવાદ, ગાંધીનગરમાં માવઠું પડી શકે છે. 30મી તારીખથી ફરી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે.
ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. નાગરિકો સહિત ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. દાહોદ, સાબરકાંઠા, અરવલી, આણંદ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. એટલું જ નહીં આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. પવનોનો ગતી ઉત્તર પૂર્વીય જોવા મળશે. પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આગામી 48 કલાક બાદ તાપમાનનો પારો ઊંચકાશે. ત્યારબાદ 29 જાન્યુઆરીની રાતથી તાપમાન ગગડશે. 30 જાન્યુઆરી બાદ તાપમાન ફરી 10 ડિગ્રીથી નીચું જશે.
હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર અને ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી, ખેડા તેમજ આણંદ જિલ્લામાં વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, આગામી 24 કલાક દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ