Team Chabuk-Gujarat Desk: હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યના અનેક જિલ્લાઓમાં સોમવાર વરસાદ પડવાનું અનુમાન છે. મોરબી જિલ્લામાં હજુ આગામી બે દિવસ એટલે કે, આગામી તા.28મી સુધી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે સોમવારને લઈ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, હાલ વેસટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થઇ રહ્યો છે. આ સાથે તેમણે દક્ષિણ ગુજરાતનાં માછીમારોને આજના દિવસે દરિયો ન ખેડવાની સૂચના પણ આપી હતી.
હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા પ્રમાણે, આજે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર ગુજરાતામાં ભારે પવન સાથે વરસાદ રહેશે. આજે રાજ્યમાં 220 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. અનેક જિલ્લાઓમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસ્યો છે. જ્યારે આવતી કાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેવાની આશંકા છે. આ સાથે એકાદ કલાક માટે પવનની ઝડપ રહેશે.
આવા સમયે તકેદારીનાં પગલા લેવા ખેડુતોને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા વિનંતી કરવામાં આવી છે. કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક, તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા