HomeવિશેષAadhar Card Update: આ તારીખ સુધી મફત અપડેટ કરી શકો છો આધાર...

Aadhar Card Update: આ તારીખ સુધી મફત અપડેટ કરી શકો છો આધાર કાર્ડ

Team Chabuk-Vishesh Desk: આધાર કાર્ડ (Aadhar Card )સરકારી એજન્સી UIDAI દ્વારા જારી કરવામાં આવે છે.આધાર કાર્ડ દસ વર્ષથી અપડેટ થયું નથી, તો પણ તમારી પાસે તમારા આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાનો સમય છે. જો તમે નિર્ધારિત તારીખ સુધીમાં આધાર કાર્ડ અપડેટ નહીં કરો, તો પછી તમારે પૂર્વ નિર્ધારિત ફી ચૂકવવી પડશે. આધાર કાર્ડને 14મી ડિસેમ્બર સુધી મફતમાં ઓનલાઈન અપડેટ કરી શકાશે. આ પછી તમારે ચાર્જ ચૂકવવો પડશે.

શું ફેરફારો કરી શકાય છે ?

સરનામું, ફોન નંબર, નામ, જાતિ, ફોન નંબર, તેમજ ઈમેલ આઈડી બદલી શકાય છે. આ સિવાય ફોટો, બાયોમેટ્રિક અને આઇરિસ જેવી માહિતી અપડેટ કરવા માટે એનરોલમેન્ટ સેન્ટર પર જવું પડશે. જેના માટે ચાર્જ ચૂકવવો પડશે.

સરનામું કેવી રીતે બદલવું ?

આધાર કાર્ડનું સરનામું મફતમાં બદલવા માટે, તમારે આધાર કાર્ડની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ પર જવું પડશે.

આમાં તમારે તમારા મોબાઇલ નંબર પર પ્રાપ્ત OTP દ્વારા લોગ ઇન કરવાનું રહેશે.

તમે નામ, જેન્ડર, જન્મ તારીખ તેમજ સરનામું બદલી શકો છો.

હવે તમારે આધાર કાર્ડ અપડેટ કરવાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

હવે તમારે સરનામાનો વિકલ્પ પસંદ કરવો પડશે.

આ પછી તમારે આધાર અપડેટ કરવા માટે આગળ વધો પર ક્લિક કરવાનું રહેશે.

હવે અપડેટ કરેલા સરનામાથી સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો.

Aadhar card

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments