Homeગુર્જર નગરીહવામાન વિભાગે રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી કરી, જાણો ક્યાં પડશે વરસાદ

હવામાન વિભાગે રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી કરી, જાણો ક્યાં પડશે વરસાદ

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ચોમાસાની વિદાય છતાં વરસાદી માહોલ રહેશે. બે દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા રહેશે. 9 ઓક્ટોબરથી વરસાદની શકયતા નહિવત છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં સામાન્ય વરસાદ રહેશે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. ઊંઝા હાઈવે પર ખાબક્યો ધોધમાર વરસાદ. ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો છે. આસોમાં વરસાદ વરસતા જુવાર, બાજરી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. બપોર બાદ નર્મદા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજપીપળા, કેવડિયા સહિત તિલકવાડા, ડેડિયાપાડા, સાગબારા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. સતત વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોના મુખ્યમાર્ગો પર પાણી ફરી વળ્યા છે.

વડોદરા શહેર સહિત સાવલી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સાવલી નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ગોઠડા, ટુંડાવ, બહુથા, મંજુસર સહિતના ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે.

પાછોતરા વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે પડેલા વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. મગફળી, કપાસ સહિત તૈયાર પાક પલળી ગયો છે. વીઘા દીઠ 20થી 22 હજારનો ખર્ચ કરી ખેડૂતોએ કપાસ વાવ્યું હતું પરંતુ વરસાદના કારણે કપાસ પીળુ પડી જવાની સાથે તેમા જીવજંતુનો ઉપદ્રવ થવાની ભીતિ ઉભી થઈ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments