Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યા છે, કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળી રહી છે. હત્યાના બનાવો સામાન્ય બનતા ગયા છે. શહેરના નારોલ અને વસ્ત્રાલમાં બે હત્યાના બનાવ પોલીસ ચોપડે નોધાયા છે. 10 લાખ રૂપિયાની લેતીદેતીમાં સમાધાન બાદ બે યુવકો બુલેટ પરત ફરી રહ્યા હતા. આ સમયે આરોપીઓએ પોતાની કાર બુલેટ ઉપર ચડાવી દઇ હત્યાની કોશીશ કરી હતી. અકસ્માતમાં એક યુવક નીચે પટકાતા તેની પર કારનું ટાયર વારંવાર ફેરવતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે રામોલ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
વસ્ત્રાલ વિસ્તારમાં 10 લાખ રૂપિયાની લેતા દેતીની ઘટનામાં સમાધાન માટે ભેગા થયેલા મૌલિક જોશી અને સંગ્રામસિંહ સમાધાન કરીને પરત ફરતા હતા ત્યારે તેઓ બુલેટ પર હતા. આ સમયે કાર પર આવેલા આરોપીઓએ તેમના પર કાર ચડાવી દીધી હતી. તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૌલિક જોશી નીચે પટકાતા કાર ચાલકે તેના પર કાર ચડાવી ફરી રિવર્સ કરીને ફરી કાર ચડાવી ક્રુરતા પુર્વક હત્યા કરી હતી. જેથી મૌલિક જોશી નામના યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે રામોલ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. પૈસાની લેતી દેતીમાં હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત