Homeગુર્જર નગરીઆતુરતાનો અંતઃ આવતીકાલથી ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ બોલાવશે ભુક્કા, આગામી પાંચ દિવસ...

આતુરતાનો અંતઃ આવતીકાલથી ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ બોલાવશે ભુક્કા, આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે ત્યારે ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આવતીકાલથી વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલ તારીખ 14 જૂન થી 18 જૂન સુધી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં એક ઈંચથી લઈને સાત ઈંચ સુધી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

14 થી 18 જૂન સુધી સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી અને દ્વારકા જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારમાં પવન સાથે હળવા વાવાઝોડા સાથે હળવા, મધ્યમ થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તરઘડિયા દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજકોટ જિલ્લામાં આવતીકાલે 1 ઈંચ, 15 જૂને દોઢ ઈંચ, 16 જૂને પોણા ચાર ઈંચ, 17 જૂને સાડા ચાર ઈંચ અને 18 જૂને સાડા ચાર ઈંચ વરસાદ પડવાની શક્યતા છે. તો મોરબી જિલ્લામાં આવતીકાલે પોણો ઈંચ, 15 જૂને દોઢ ઈંચ, 16 જૂને બે ઈંચ, 17 જૂને પોણા ત્રણ ઈંચ અને 18 જૂને પોણા ત્રણ ઈંચ વરસાદ પડવાની શક્યતા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવતીકાલે 15 મીમી, 15 જૂને 30 મીમી, 16 જૂને 45 મીમી, 17 જૂને 50 મીમી અને 18 જૂને 60 મીમી વરસાદ પડવાની શક્યતા છે.

gujarat rain

અમરેલી જિલ્લામાં આવતીકાલે 22 મીમી, 15 જૂને ત્રણ ઈંચ, 16 જૂને સવા 6 ઈંચ, 17 જૂને 7 ઈંચ અને 18 જૂને પોણા ચાર ઈંચ વરસાદ પડવાની શક્યતા છે. જામનગર જિલ્લામાં આવતીકાલે 12 મીમી, 15 જૂને 18 મીમી, 16 જૂને 27 મીમી, 17 જૂને 42 મીમી અને 18 જૂને 55 મીમી વરસાદ પડવાની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલે 10 મીમી, 15 જૂને 15 મીમી, 16 જૂને 25 મીમી, 17 જૂને 40 મીમી અને 18 જૂને 50 મીમી વરસાદ પડવાની શક્યતા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments