Homeગુર્જર નગરી10 જૂને લગ્ન થયા અને 12 જૂને અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વડોદરાના...

10 જૂને લગ્ન થયા અને 12 જૂને અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વડોદરાના યુવકનું મોત

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં થયેલા દર્દનાક પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેકનો જીવનદિપ બુઝાઈ ગયો છે. હસતા રમતા પરિવાર વેરવિખેર થઈ ગયા છે. અનેક લોકોના સપના ચકનાચુર થઈ ગયા છે. જેમાં એક વડોદરાના પરિવારની ખુશી પણ માતમમાં છવાઈ ગઈ છે. હજું બે દિવસ પહેલા જ લગ્ન ગ્રંથીથી જોડાયેલા યુવકનું પ્લેન ક્રેશમાં મોત થયું છે. વાત છે વડોદરાના મહેશ્વરી પરિવારની. વડોદરા શહેરના વાડી વિસ્તારમાં રહેતા મહેશ્વરી પરિવારના પુત્ર ભાવિક મહેશ્વરીના લગ્ન 10 જૂનના રોજ કોર્ટ મેરેજથી થયા હતા. જો કે લગ્નના બે દિવસ બાદ જ ભાવિક મહેશ્વરીનું પ્લેન ક્રેશમાં મોત થઈ ગયું.

મળતી વિગતો પ્રમાણે વડોદરાનો ભાવિક મહેશ્વરી છેલ્લા ઘણા સમયથી લંડનમાં કામ કરતો હતો. દર વર્ષે તે 15 દિવસ માટે વડોદરા પરિવારને મળવા માટે આવતો હતો. આ વર્ષે પણ તે લંડનથી વડોદરા આવ્યો હતો. ભાવિકની સગાઈ અગાઉ થઈ ચુકી હતી અને પરિવારની સહમતિથી 10 જૂનના રોજ ભાવિકે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્નના બે દિવસ બાદ ભાવિક લંડન પરત જવા નીકળ્યો હતો.

vadodara death

પત્ની અને પરિવારે ભાવિકને ખુશી ખુશી લંડન જવા માટે વિદાય આપી હતી. પરંતુ આ વિદાય તેની આખરી વિદાય હશે તે કોઈને પણ ખ્યાલ ન હતો. તે 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જનારી એર ઈન્ડિયાની 171 ફ્લાઈટમાં નીકળ્યો હતો. પરંતુ આ પ્લેન ક્રેશ થવાથી ભાવિકનું મોત થયું હોવાના સમાચાર મળતાં જ નવવિવાહિત પત્ની અને પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments