Homeગુર્જર નગરીVIDEO: કચ્છમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ અને કરાં પડ્યા

VIDEO: કચ્છમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ અને કરાં પડ્યા

Team Chabuk-Gujarat Desk : કચ્છ જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી કમોસમી વરસાદ અને કરાં પડ્યા. કચ્છમાં સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વાદળછાયા બાતાવરણ બાદ છાંટા પડ્યા હતા. ત્યારબાદ ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો તો કેટલાક વિસ્તારમાં કરાં પણ પડ્યા હતા. આકાશમાંથી નાના પથ્થર જેવડાં કરાં પડતાં વાતાવરણ બિહામણું બન્યું હતું. કરાં પડતાં વાહનચાલકોએ છત અને વૃક્ષ નીચે આસરો લેવાની ફરજ પડી હતી.

ભુજ તાલુકામાં અનેક ગામમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ તરફ અંજાર શહેરમાં વરસાદ સાથે કરાં પણ પડ્યા હતા. ભારે વરસાદ અને કરાંના પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ભર ઊનાળે વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ભચાઉમાં પણ કમોસમી વરસાદે લોકોની ચિંતા વધારી હતી. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયબા બાદ મેઘરાજા વરસી પડ્યા પડ્યા હતા. મુદ્રામાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ તરફ ગાંધીધામ અને નખત્રાણામાં પણ ભરઉનાળે ગાજવીજ સાથે ઝાપટાં પડતાં લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા.

વરસાદ પડતાં જ ખેડૂતો ચિંતિત બન્યા છે. કમોસમી વરસાદ અને કરાંના કારણે હવે ખેડૂતોના કેરીના પાકને નુકસાનીની ભીતી છે. ખેડૂતો કહી રહ્યા છે કે, કમોસમી વરસાદે તેમની કમર તોડી નાખી છે. વરસાદી ઝાપટાના કારણે કેરીને નુકસાન થઈ શકે છે.

છેલ્લા કેટલાક દિવસથી કચ્છમાં આકરો તાપ પડી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી કચ્છમાં 38થી 40 ડિગ્રી નજીક તપમાન નોંધાઈ રહ્યું છે. એવામાં વરસાદી ઝાપટાં બાદ જિલ્લામાં બફારો વધ્યો છે. આજે જિલ્લામાં તાપમાનનો પારો 39.4 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આ ઉપરાંત કંડલા એરપોર્ટમાં મહત્તમ 38 ડિગ્રી,  નલિયામાં મહત્તમ 33.5 નોંધાયું હતું. ભુજમાં લઘુત્તમ તાપમાન 22.2 ડિગ્રી,  નલિયામાં 20 ડિગ્રી,  કંડલા પોર્ટમાં 22.8 ડિગ્રી નોંધાયું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments