Team Chabuk-Gujarat Desk: 1થી 3 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાં ઊંચાં મોજાં ઊછળવાની શક્યતા છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી 1થી 3 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં છૂટાછવાયા હળવા વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગ અનુસાર 1 માર્ચ રોજ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પાટણ સહિત સૌરાષ્ટ્રના કચ્છ, દેવભૂમિ દ્વારકા, અને ગીર સોમનાથમાં હળવા વરસાદની શક્યતા છે.
જ્યારે 2 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ ઉત્તરપૂર્વ દિશા તરફથી છે. જ્યારે પવનની ઝડપ 25-35 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ ઉપરાંત રાજ્યના બાકીના વિસ્તારમાં પણ પવનની દિશા ઉત્તર-પૂર્વીય રહેશે અને પવનની ઝડપ 5-10 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા