Homeગામનાં ચોરેબાંગ્લાદેશમાં 7 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ, 44 લોકોના મોત, 22 ગંભીર

બાંગ્લાદેશમાં 7 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ, 44 લોકોના મોત, 22 ગંભીર

Team Chabuk-International Desk: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગુરુવારે મોડી રાત્રે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ. જેમાં 44 લોકોના મોત થયા છે. જ્યારે 22 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આગ પર કાબૂ મેળવવામાં ફાયર વિભાગની 13 ટીમને અઢી કલાક જેટલો સમય લાગ્યો હતો.

મળતી માહિતી મુજબ ગ્રીન કોઝી કોટેજ નામની ઈમારતમાંથી 75 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી 42 બેભાન હતા. આગ લાગતા સમગ્ર બિલ્ડિંગ લોકોની દર્દનાક ચીચીયારીથી ગુંજી ઉઠી હતી. તમામને ઢાકા મેડિકલ કોલેજ અને શેખ હસીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરીમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 44 લોકોના મોત થયા હતા.

બાંગ્લાદેશના આરોગ્ય મંત્રીએ કહ્યું કે ગુરુવારે રાત્રે લગભગ 9:50 વાગ્યે, આગ પહેલા માળે રેસ્ટોરન્ટમાં લાગી હતી અને ઝડપથી ઉપરના માળ સુધી ફેલાઈ હતી. જ્યાં બીજી ઘણી રેસ્ટોરન્ટની સાથે કપડાની દુકાન પણ હતી.

બાંગ્લાદેશના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. સામંત લાલ સેને મીડિયાને જણાવ્યું કે બંને હોસ્પિટલમાં 22 લોકોની સારવાર ચાલી રહી છે. તેની હાલત ગંભીર છે. જેઓ હજુ પણ બચી ગયા છે તેમની શ્વાસ પ્રણાલીને ગંભીર નુકસાન થયું છે. તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરોનું કહેવું છે કે કેટલાક મૃતદેહો ખરાબ રીતે દાઝી ગયા છે. તેમની ઓળખ કરવી મુશ્કેલ છે. મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે.

dhaka fire

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments