Homeગુર્જર નગરી‘રાજીવ ગાંધીએ કાશ્મીરથી પંડિતોના પલાયનની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો...’

‘રાજીવ ગાંધીએ કાશ્મીરથી પંડિતોના પલાયનની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો…’

Team Chabuk-Political Desk: લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે 1990ના દાયકામાં વિપક્ષના નેતા રાજીવ ગાંધીએ કાશ્મીરથી પંડિતોના પલાયનની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. સોમવારના રોજ અધીર રંજન ચૌધરીએ લોકસભામાં 1990ના દાયકામાં કાશ્મીરથી અલ્પસંખ્યકોના પલાયન પર સત્તારૂઢ ભાજપને ઘેરવાની માગ કરતા કહ્યું હતું કે તત્કાલીન વિપક્ષ નેતા રાજીવ ગાંધીએ તત્કાલીન વીપી સિંહની સરકારને હસ્તક્ષેપ કરવા અને કાશ્મીરી પંડિત અને શીખો પર કરવામાં આવી રહેલા અત્યાચારોને રોકવાનો આગ્રહ કર્યો હતો.

હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સમાં કાશ્મીરી પંડિતોની વિરુદ્ધ ઘાટીમાં અત્યાચારને દર્શાવવાની પૃષ્ઠભૂમિમાં ચૌધરીએ શૂન્યકાળમાં આ વિષય ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, વર્ષ 1990માં તત્કાલીન પ્રધાનમંત્રી વીપી સિંહની સરકાર ભાજપના સમર્થનથી ચાલી રહેલી જમ્મુ કાશ્મીરના તત્કાલીન રાજ્યપાલ જગમોહને ત્યાંના પંડિતો અને શીખોને કહ્યું હતું કે, ‘અમે તમને બચાવી નથી શકતા બહાર ચાલ્યા જાવ.’

ચૌધરીએ દાવો કર્યો હતો કે એ સમયે જ દેશમાં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા શરુ થઈ હતી. જેનું પ્રબંધન ભારતના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોઈ રહ્યા હતા. ત્યારે વિપક્ષના નેતા રાજીવ ગાંધીએ પલાયનની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.

બાદમાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દાને ઉઠાવતા કહ્યું હતું કે, ભાજપના સાંસદ સુનીલ કુમાર સિંહે માગ કરી હતી કે સરકાર 1980થી 1990 સુધી કાશ્મીરમાં હિંદુઓ અને શીખો પર કરવામાં આવેલા મોટાપાયે અત્યાચારોની તપાસ શરુ કરે. ખાસ તો 1984થી 1989ની વચ્ચેની અવધીમાં જ્યારે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા અને દોષિતોને આ માટે સજા આપવામાં આવે.

વધુમાં તેમણે કહ્યું કે એ તપાસ કરવામાં આવે કે કોના આદેશથી 1989માં જમ્મુ-કાશ્મીરમાં કુલ સિત્તેર આંતકવાદીઓને છોડી દેવામાં આવ્યા હતા. આ આતંકવાદીઓએ નરસંહારમાં મુખ્ય ભૂમિકા નિભાવી…. રાષ્ટ્ર જાણવા ઈચ્છે છે. જણાવી દઈએ કે કાશ્મીરી પંડિતોના પલાયનને લઈ બનાવવામાં આવેલી ફિલ્મ કાશ્મીર ફાઈલ્સ બાદ આ ચર્ચાએ ફરી જોર પકડ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments